Advertisement
Author: નોબત સમાચાર

થર્ટી ફર્સ્ટ તથા પૂર્વ સંધ્યાએ શહેર-જિલ્લામાં પોલીસનું ચેકીંગ

નશામાં રખડતા, વાહન ચલાવતા શખ્સો પાંજરે પુરાયાઃ દેશી-વિદેશી દારૃ પકડી પડાયોઃ પાનની દુકાનમાંથી દેશી દારૃ કબજે થયોઃ

જામનગર તા. ૧ઃ જામનગર શહેર તથા જિલ્લામાં પોલીસે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અન્વયે સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં છ શખ્સ અંગ્રેજી શરાબના જથ્થા સાથે ઝડપાયા હતા. સાત મહિલા સહિત તેર વ્યક્તિ દેશી દારૃના જથ્થા સાથે મળી આવ્યા હતા. નશાની હાલતમાં રખડતા એકવીસ તથા નશામાં વાહન ચલાવતા છ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.

જામનગર શહેર તથા જિલ્લામાં ગઈકાલે ૩૧ ડિસેમ્બરની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં આવેલી કેટલીક હોટલો તેમજ શહેરના ભાગોળે રિસોર્ટ, હોટલોમાં પણ રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન કોઈ વ્યક્તિ દારૃ બંધીનો ભંગ ન કરે અને છાકટા ન બને તે માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં સઘન પોલીસ ચેકીંગ કરવામાં આવ્યું હતું.

ગઈકાલે બપોર પછીથી જામનગર સાથે જોડાયેલા તમામ માર્ગાે પર ડીવાય એસપી જયવીરસિંહ ઝાલાના વડપણ હેઠળની એલસીબી, એસઓજી ટીમ તેમજ સિટી-એ, બી, સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને પંચકોશી એ તથા બી ડિવિઝનનો પોલીસ કાફલો સઘન ચેકીંગમાં જોડાયો હતો. ખીજડિયા બાયપાસ, લાલપુર બાયપાસ, ખંભાળિયા બાયપાસ, ઠેબા ચોકડી, સમર્પણ સર્કલ સહિત ગુલાબનગર, ખોડિયાર કોલોની, પવનચક્કી, તળાવની પાળ, ડીકેવી કોલેજ સર્કલ સહિતના વિસ્તારોમાં પોલીસ ડ્રીન્ક એન્ડ ડ્રાઈવના કેસ શોધી કાઢવા ગોઠવાઈ હતી. જેમાં નશાની હાલતમાં કેટલાક શખ્સો ઝડપાયા હતા.

થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ કરાયેલા ચેકીંગમાં ભીમવાસ પાસેથી નવીન ગીરધરભાઈ વાઘેલા, ગુલાબનગર પાસેથી મહેશ ચુનીભાઈ વડગામા, નવાગામ ઘેડમાંથી આસીફ અલારખા સાટી, નાગેશ્વર કોલોનીમાંથી રમેશ કાળુભાઈ સોલંકી નામનો શખ્સ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. રમેશ સોલંકી પાસેથી દેશી દારૃ પણ કબજે કરાયો હતો.

પુનીતનગરમાં ગીતાબા ભરતસિંહ વાઘેલા નામના મહિલાના મકાનમાંથી દેશી દારૃ, દિગ્જામ વુલન મીલ પાસે ગુડ્ડીબેન કિશનભાઈ વાંઝા, ગુલાબનગર પાસેથી કાજલબેન રાયધન વાઘેલા પણ દેશી દારૃ સાથે ઝડપાઈ ગયા હતા.

જામજોધપુરના બુટાવદર ગામ પાસેથી ગઈકાલે રાત્રે દિનેશ દુર્લભજી ડાંગર અને ધર્મેશ મુકેશભાઈ પિત્રોડા નામના બે શખ્સ બાઈકમાં જતાં હતા તેને રોકાવી પોલીસે ચેક કરતા આ શખ્સોના કબજામાંથી દારૃની બોટલ મળી આવી હતી. જ્યારે સિક્કાની જીઈબી કોલોનીમાં કરણસિંહ પ્રભાતસિંહ જાડેજા નામનો શખ્સ ત્રણ બોટલ સાથે પકડાઈ ગયો હતો. શંકર ટેકરીમાં નહેરૃનગરમાં આવેલા ભાવીન મહેશભાઈ રાઠોડ નામના શખ્સના મકાનમાંથી પણ દારૃની ત્રણ નાની બોટલ મળી આવી હતી. લાલપુરના હરીપર ગામના દરબારપાડામાં રહેતા બાવજી જુસબ ગડણ નામના શખ્સને દારૃની બાર બોટલ સાથે ઝડપી લેવાયો છે. તેણે મોટી વેરાવળ ગામના કમલેશ ખીમાભાઈ ગાગલીયા ઉર્ફે કરશનનું નામ આપ્યું છે. ગોકુલનગર પાસેથી ગઈરાત્રે જઈ રહેલા કૈલાશનગરવાળા નાથાલાલ કાનાભાઈ મારૃ નામના શખ્સના સ્કૂટરને પોલીસે રોકાવી તલાશી લેતા તેના કબજામાંથી દારૃની સાત બોટલ મળી આવી હતી.

શનિવારે સુભાષ માર્કેટ પાસેથી મહેશ દેવજી ધૈયડા, વિજય પ્રભાતભાઈ બાલસરા, રામ જેઠાભાઈ હાથીયા, ધુંવાવ નાકા પાસેથી રમીઝ મહંમદ ગોરી, સિક્કા પાસેથી હીતેશ કિશોરભાઈ સંઘાણી નશાની હાલતમાં મોટર ચલાવીને જતો ઝડપાઈ ગયો હતો. જોગવડ પાટીયા પાસેથી રમેશ દેવજીભાઈ સારવાકીયા, લાલપુર બાયપાસ પાસેથી નશાની હાલતમાં વાહન રિક્ષા ચલાવીને જતા રવિરાજસિંહ દિલીપસિંહ કંચવા, સિક્કાનો ભીખુ કાનજી કબીરા નામનો શખ્સ નશાની હાલતમાં બાઈક ચલાવીને જતો મળી આવ્યો હતો. જોડિયાના માધાપર પાસેથી ઈદ્રીશ બાવલા બુચડ નામનો શખ્સ પણ નશાની હાલતમાં બાઈક ચલાવતો ઝડપાઈ ગયો હતો.

ગઈકાલે રાત્રે પોલીસે કરેલા ચેકીંગમાં શંકર ટેકરીમાંથી પંકજ અજુભાઈ ચંડેસરા, બેડીમાંથી જુમા અબ્દુલ દલ, પાંચ બંગલા પાસેથી મનહરસિંહ અનોપસિંહ જાડેજા, ધરારનગર-રમાંથી સુલતાન ઓસમાણ મલેક, ગુલાબનગર પાસેથી શશીકાંત નટવરલાલ રાઠોડ, બાબુ પેથાભાઈ વઘોરા, અંબર ચોકડી પાસેથી કેશુભા ધીરૃભા સોઢા, બેડીમાંથી જુસબ જુમા મકવાણા, નવાગામ ઘેડમાંથી ચિંતન કમલભાઈ શર્મા, મીહીર અનીલભાઈ ધોકીયા, કાલાવડ-રાજકોટ રોડ પરથી રમેશ રાજાભાઈ શેખવા, મોટા વડાળા પાસેથી કૌશિક મહેન્દ્ર સખીયા, શેઠવડાળા પાસેથી અરવિંદ લાલજી લુદરીયા, વાંસજાળીયા પાસેથી ભરત બિજલ ભાંભેરા, બાલવા ફાટક પાસેથી રાજેશ ઉકા મેઘાણીયા, આણંંદપર ચેક પોસ્ટ પાસેથી સુરેશ ભીખા મકવાણા નામના શખ્સો નશાની હાલતમાં ઝૂમતા ઝડપાઈ ગયા હતા.

ગઈકાલે દેશી દારૃ પકડવા માટે પાડવામાં આવેલા દરોડામાં ધરારનગર-રમાંથી મહંમદહુસેન ઈનાયત કાદરી, નવાગામ ઘેડમાં પાનની દુકાન ચલાવતા રાજવીર હેમતભાઈ મારકણાની દુકાનમાંથી દેશી દારૃ મળી આવ્યો હતો. ખડખડનગરમાં ભોલાભાઈ રામભાઈ ગોજીયાના મકાનમાંથી પણ દેશી દારૃ મળી આવ્યો હતો.

બેડીની સોઢા ફળીમાં ફરીદા અનવર સંઘાર, મસીતીયા રોડ પર માલીબેન કેશુભાઈ ચારણ, સુધાધુના ગામ પાસેથી વિજય દિનેશભાઈ વાઘેલા નામના વ્યક્તિઓ દારૃ સાથે મળી આવ્યા હતા. ખડખડનગર પાસેથી સજનબા વિક્રમસિંહ જાડેજા, અંબર ચોકડી પાસેથી લાજવંતીબેન રાધેશ્યામ ડાભી, બેડેશ્વરમાંથી જુસબ જુમા મકવાણા નામના વ્યક્તિ દેશી દારૃ સાથે મળ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh