Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નેપાળી યુવાન નોકરીના સ્થળેથી થઈ ગયો ગુમઃ
જામનગર તા. ૧ઃ જામનગરના સાંઈરામ પાર્કમાં રહેતા એક આહિર યુવાન પોતાના ઘરેથી દ્વારકા જવાનું કહીને નીકળ્યા પછી એક સપ્તાહથી ગુમ થયા છે. તેમના પત્નીએ પોલીસને જાણ કરી છે. જ્યારે ખોડિયારકોલોની પાસે હોટલમાં નોકરી કરતો નેપાળી યુવાન પાંચેક દિવસ પહેલાં નોકરીના સ્થળેથી ક્યાંક ચાલ્યો ગયો છે. પોલીસે બંને વ્યક્તિના ફોટા, વર્ણન મેળવી તપાસ શરૃ કરી છે.
જામનગરના ઢીંચડા રોડ પર આવેલી તિરૃપતિ સોસાયટી નજીકના સાંઈરામ પાર્કમાં રહેતા ભરતભાઈ અરશીભાઈ છૈયા નામના ૪૦ વર્ષના આહિર યુવાન સોમવારે સવારે પાંચ વાગ્યે પોતાના ઘરેથી પત્ની કવિબેનને દ્વારકા જાઉં છું તેમ કહીને નીકળ્યા પછી ગઈકાલ સુધી પરત નહીં ફરતા કવિબેને તેઓની તપાસ કરાવી હતી. તમામ સંભવિત સ્થાનોેએ તપાસ કરાવવા છતાં ભરતભાઈનો પત્તો નહીં લાગતા આખરે કવિબેને પોતાના પતિ ગુમ થઈ ગયાની પોલીસમાં જાણ કરી છે.
ગુમ થયેલા યુવાન અંદાજે પાંચ ફૂટ સાત ઇંચની ઊંચાઈ ધરાવે છે. દાઢી તથા મુંછ રાખતા આ યુવાનના કપાળના ડાબા ભાગમાં મસાનું નિશાન છે. મધ્યમ બાંધો ધરાવતા ભરતભાઈએ છેલ્લે શર્ટ-પેન્ટ ધારણ કરેલા હતા. આ યુવક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સીટીસી ડિવિઝનના જમાદાર એ.જે. સિંહલા-૯૭૭૩૨ ૨૩૦૮૮નો અથવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
જામનગરના સરૃ સેક્શન રોડ પર દૂધની ડેરી નજીક શ્રી એપાર્ટમેન્ટમાં રહેતા અને ત્યાં જ નોકરી કરતા કરણભાઈ દિલબહાદુર સોની નામના નેપાળી પ્રૌઢનો ૨૧ વર્ષનો પુત્ર પ્રકાશ હોટલમાં નોકરી કરતો હતો. આ યુવાન ગયા મંગળવારે બપોરે ત્રણેક વાગ્યે પોતે જે હોટલમાં નોકરી કરતો હતો ત્યાંથી કંઈ જ કહ્યા વગર ક્યાંક ચાલ્યો ગયો છે. આ યુવાન છેલ્લે સફેદ રંગનો શર્ટ તથા કાળા રંગનું પેન્ટ ધારણ કરેલું છે. આ વ્યક્તિનો ફોટો તથા વર્ણન મેળવી પોલીસે તપાસ શરૃ કરી છે, કોઈને તે યુવાન અંગે જાણકારી હોય તો તેઓએ સીટી-સી ડિવિઝનના જમાદાર આર.બી. બથવાર-૯૧૦૬૯ ૨૫૦૦૯નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial