Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિનામાં બીજી વખત હલવાઈ ગેસના ભાવ ઘટ્યા
નવી દિલ્હી તા. ૧ઃ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં એક મહિનામાં બીજી વખત ઘટાડો થયો છે. બાટલાદીઠ રૃા. બે નો ઘટાડો થયો છે. જો કે, ઘરેલું બાટલામાં ભાવો યથાવત રખાયા છે.
ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી ઓઈલ કંપનીઓએ આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જેને સામાન્ય રીતે હલવાઈ સિલિન્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ કંપનીઓએ માત્ર એક મહિનામાં બીજી વખત કિંમતોમં ઘટાડો કર્યો છે. દેશની સૌથી મોટી પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન પાસેથી મળેલી માહિતી અનુસાર, ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં આજથી તા. ૧ જાન્યુઆરી, ર૦ર૪ ર રૃપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં ઘટીને ૧૭પપ રૃપિયા થઈ છે.
આ પહેલા રર ડિસેમ્બરે પણ આ સિલિન્ડરની કિંમત ૩૦.પ૦ રૃપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. સરકારી ઓઈલ કંપનીઓએ ઘરેલુ ગેસ સિલિન્ડર એટલે કે ૧૪ કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેની કિંમતો છેલ્લે ૩૦ ઓગસ્ટે બદલવામાં આવી હતી. ત્યારે કેન્દ્ર સરકારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં ર૦૦ રૃપિયાની સબસિડી ઉમેરી હતી. જેના કારણે બજારમાં તેની કિંમતમાં ર૦૦ રૃપિયાનો ઘટાડો થયો હતો.
હવે દેશની રાજધાની દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત ૧.પ રૃપિયા ઘટીને ૧૭પપ.પ૦ રૃપિયા થઈ ગઈ છે. જો કે કોલકાતામાં ગેસ સિલિન્ડરની કિંમતમાં પ૦ પૈસાનો વધારો જોવા મળ્યો છે અને તેની કિંમત ૧૮૬૯ રૃપિયા થઈ ગઈ છે.
મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર ૧.પ૦ રૃપિયા સસ્તુ થયું છે અને તેની કિંમત ૧૭૦૮.પ૦ રૃપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં ભાવમાં સૌથી વધુ ૪.પ રૃપિયાનો ઘટાડો થયો છે અને ત્યાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ૧૯ર૪.પ૦ રૃપિયા થઈ ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial