Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છતર ગામ પાસે ટ્રકે ગોથું માર્યુંઃ
જામનગર તા. ૧ઃ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર નાની બાણુગાર ગામ પાસે ગઈકાલે સવારે ડબલસવારી બાઈકને મોટરે ઠોકર મારી અકસ્માત સર્જયો હતો. ઘવાયેલા બે ભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. ત્રણ સપ્તાહ પૂર્વે કાલાવડના છતર ગામ પાસે ટ્રક પલ્ટી મારી જતાં કેટલાક શ્રમિકોને ઈજા થયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
કાલાવડ તાલુકાના નાગપુર ગામમાં રહેતા કિશોરભાઈ નાથાભાઈ વાઘેલા નામના દેવીપુજક યુવાન તથા અન્ય શ્રમિકો ગઈ તા.૩ની બપોરે કાલાવડથી જીજે-૧૧-ડબલ્યુ ૩૫૧૨ નંબરના ટ્રકમાં મજૂરી કામ માટે જતા હતા. ત્યારે આ ટ્રકચાલક લખમણ જીવાભાઈ મકવાણાએ બેફિકરાઈથી ડ્રાઇવિંગ કરી કાલાવડ તાલુકાના છતર ગામ પાસે ટ્રકને પલટી મરાવી દીધી હતી. આ અકસ્માતમાં કિશોરભાઈને પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થઈ હતી. જ્યારે અન્ય શ્રમિકોને પણ ઈજા પહોંચી હતી. અકસ્માત અંગે કિશોરભાઈએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ટ્રકના ચાલક લખમણભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગર તાલુકાના સપડા ગામના મગનભાઈ મોહનભાઈ ચોવટીયા તથા તેમના મોટા ભાઈ વલ્લભભાઈ ગઈકાલે સવારે નવેક વાગ્યે જીજે-૧૦-એએન ૧૧૦૦ નંબરના બાઈકમાં સપડાથી નાની બાણુગાર તરફ જતા હતા ત્યારે રાજકોટ તરફથી ફૂલ સ્પીડમાં ધસી આવેલી જીજે-૧૫-સીએ ૮૮૮૦ નંબરની સ્વીફટ મોટરે બાઈકને હડફેટે લીધુ હતું. આ અકસ્માતમાં વલ્લભભાઈને માથામાં ગંભીર ઈજા તથા પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. જ્યારે મગનભાઈને પણ નાની મોટી ઈજા થઈ છે. તેઓએ મોટરના ચાલક સામે પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial