Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેરળમાં કેસોની સ્થિતિ થોડી સુધરીઃ
નવી દિલ્હી તા. ૧ઃ દેશમાં કોરોનાનો પ્રકોપ વધ્યો છે. એક સપ્તાહમાં કેસોમાં રર ટકાનો વધારો થયો છે. છેલ્લા ર૪ કલાકમાં લગભગ ૮૦૦ કેસ નોંધાયા છે. છેલ્લા ૭ મહિનામાં આ સૌથી વધુ કેસ છે રાહતની વાત એ છે કે કેરળમાં કોરોનાની સ્થિતિમાં સુધારો થયો છે.
દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સ્થિતિ એ છે કે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં કોવિડ કેસમાં પાછલા સપ્તાહની સરખામણીએ રર નો વધારો નોંધાયો હતો. છેલ્લા ર૪ કલાકમાં સાત મહિનામાં પ્રથમ વખત કેસની સંખ્યા ૮૦૦ ને વટાવી ગઈ છે.
મળતી માહિતી મુજબ જેએન.૧ ના કારણે આવેલો ઉછાળો દેશભરમાં ફેલાઈ રહ્યો છે. જેએન.૧ વેરિયેન્ટ ચેપ પહેલેથી જ તેની ટોચ પર પહોંચી ગયો છે. વર્તમાન તબક્કામાં કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
શનિવાર (ર૪-૩૦ ડિસેમ્બર)ના પૂરા થતા સાપ્તાહ દરમિયાન ભારતમાં ૪,૬પર નવા કોવિડ કેસ નોંધાયા હતાં. જ્યારે છેલ્લા સાત દિવસમાં આ સંખ્યા ૩,૮૧૮ હતી. અઠવાડિયામાં વાયરસથી મૃત્યુ આંક ૧૭ થી વધીને ર૯ થયો છે. શનિવારે (રવિવારે નોંધાયેલ સંખ્યા), ત્રણ મૃત્યુ સાથે, દૈનિક કેસની સંખ્યા વધીને ૮૪૧ થઈ ગઈ. જે આ વર્ષે ૧૮ મે પછી સૌથી વધુ છે.
નોંધનીય છે કે કેરળમાં અઠવાડિયા દરમિયાન ર,ર૮ર નવા કેસ નોંધાયા છે. આ ગયા સપ્તાહ કરતા ર૪ ટકા ઓછું છે. ગયા અઠવાડિયે આ સંખ્યા ૩,૦૧૮ હતી. આ દર્શાવે છે કે રાજ્યમાં કેસ પહેલેથી જ ટોચ પર પહોંચી ગયા છે.દેશમાં નોંધાયેલા તમામ કેસોમાં રાજ્યનો હિસ્સો પ૦ ટકા કરતા ઓછો છે, જ્યારે ગયા અઠવાડિયે રાજ્યનો હિસ્સો લગભગ ૮૦ ટકા હતો. કેરળમાં કેસ ઘટી રહ્યા છે, તે અન્ય કેટલાક રાજ્યો, ખાસ કરીને કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે. કેરળ સિવાય કર્ણાટક એકમાત્ર એવું રાજ્ય છે. જ્યાં દૈનિક કેસની સંખ્યા ૧૦૦ ને વટાવી ગઈ છે. કર્ણાટકમાં ૯રર નવા ચેપ નોંધાયા છે. જે અઠવાડિયામાં ત્રણ ગણો વધારો છે. છેલ્લા સાત દિવસમાં ૩૦૯ કેસ નોંધાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial