Advertisement
Author: નોબત સમાચાર

ઉત્સવપ્રેમી જામનગરીઓ-યુવાઓ દ્વારા મનભરીને થર્ટીફર્સ્ટ નાઈટની ઉજવણી

'બાય બાય ર૦ર૩'... 'વેલકમ ર૦ર૪'

જામનગરની ઉત્સવપ્રેમી જનતા અને તેમાંય ખાસ કરીને યુવા વર્ગે થર્ટીફર્સ્ટ નાઈટની ભારે ઉમંગભેર ઉજવણી કરી 'બાય બાય ર૦ર૩'નો જશ્ન મનાવી ર૦ર૪ ના વર્ષના આગમનને જોશભેર વધાવ્યું હતું. જામનગર શહેર ફરતે આવેલા રીસોર્ટ, હોટલ, રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટમાં થર્ટીફર્સ્ટ નાઈટની ઉજવણી માટે ડાન્સ વીથ ડાઈનના ભપકાદાર રંગારંગ કાર્યક્રમો યોજાયા હતાં. જામનગરમાંથી સાંજે ૭ વાગ્યાથી જ મોટી સંખ્યામાં લોકો આ ઉજવણીના સ્થળે પહોંચવા લાગ્યા હતાં. વેસ્ટર્ન લૂકવાળા આધુનિક વસ્ત્રોમાં સજ્જ થઈને યુવક-યુવતીઓ તેમજ બાળકોથી દરેક સ્થળે ઉત્સાહનો જબરદસ્ત માહોલ સર્જાયો હતો. અદ્ભુત લાઈટીંગ, વિશાળ સ્ટેજ, ડીજે, સાઉન્ડ સિસ્ટમ, ડાન્સરો, ગીત-સંગીત, મ્યુઝિક સાથેના આયોજનમાં ઉપસ્થિત સૌ કોઈએ ડાન્સ અને ખાણી-પીણીનો ભરપૂર આનંદ માણ્યો હતો. હાલારના બે મોટા ઉદ્યોગગૃહો દ્વારા તેમની ટાઉનશીપના એરીનામાં થર્ટીફર્સ્ટ નાઈટની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે બરાબર બારના ટકોરે થોડી સેકન્ડો માટે લાઈટો બંધ કરી અને ર૦ર૪ ના આગમનને રોશની, આતશબાજી સાથે ઝળહળાટ સાથે લોકોની ચીચીરિયાઓ સાથે વધાવવામાં આવ્યું હતું. લોકોએ પોતપોતાની આગવી સ્ટાઈલમાં એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. જામનગરના ભાગોળે વિવિધ સ્થળે થયેલા આયોજનોના પગલે સાંજથી જ પોલીસ વિભાગ દ્વારા ચેક પોસ્ટો ઊભી કરી દેવામાં આવી હતી. દરેક વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું અને પીધેલા છે કે નહીં તે માટેના માઉથ ઈન્સ્ટુમેન્ટથી પણ ચકાસણી કરી કડક બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો, જો કે પરિવાર-લેડીઝ સાથે વાહનમાં પસાર થનારને પરેશાન કરાયા ન હતાં... એકંદરે કોઈ મોટા અનિચ્છનિય બનાવ વગર નગરજનોએ મનભરીને નવા વર્ષના આગમનને વધાવતા ઉત્સવને માણ્યો હતો.(તસ્વીરઃ નિર્મલ કારીયા)

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh