Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશ-વિદેશથી આવતા દર્શનાર્થીઓ-શ્રદ્ધાળુઓ
જામનગર તા. ૧ઃ ભગવાન શ્રી ક્રિષ્નની કર્મભૂમિ એવી દ્વારકાનગરીમાં બિરાજમાન રાજાધિરાજ શ્રી દ્વારકાધીશના દર્શન માટે દરરોજ દેશ-વિદેશથી હજારો દર્શનાર્થીઓ આવતા રહે છે.
ગત કેલેન્ડર વર્ષમાં ૭૮ લાખ પ૧ હજાર ૯૩૩ લોકો દ્વારકામાં ભગવાનના દર્શન કર્યા હોવાનું નોંધાયું છે.
ભગવાન દ્વારકાધીશમાં લાખો-કરોડો લોકો ભારે શ્રદ્ધા-આસ્થા ધરાવે છે અને લોકો ધરખમ માનતા-બાધાપણ રાખતા હોય છે અને દૂર-દૂરથી લોકો દર્શન માટે દ્વારકામાં આવતા રહે છે.
મળતી માહિતી મુજબ ગત ૧ જાન્યુઆરીથી ૩૧ ડિસેમ્બર-ર૦ર૩ સુધીમાં કુલ ૭૮,પ૧,૯૩૩ લોકોએ દર્શન કર્યા હતાં. જેમાં સૌથી વધુ ડિસેમ્બરમાં ૧૧ર૧૬૩૪ દર્શનાર્થીનો સમાવેશ થાય છે.
બાર માસના આંકડા જોઈએ તો જાન્યુઆરી પ૦પ૦ર૭, ફેબ્રુઆરીમાં ૩પર૧પ૯, માર્ચમાં ૧૦૦૪૪૬ર, એપ્રિલમાં ૬પ૯પ૦૩, મે માં ૬૬૪૩૭૧, જુનમાં ૪૦૩૭૧ર, જુલાઈમાં ૩ર૮૯૬૦, ઓગષ્ટમાં ૮૪પ૭ર૧, સપ્ટેમ્બરમાં ૭૩૦ર૪૪, ઓકટોબરમાં ર૮૦૧૪૩, નવેમ્બરમાં ૯પપ૯૯૭ ને ડિસેમ્બરમાં ૧૧ર૧૬૩૪ દર્શનાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
આમ તહેવાર અને રજાના દિવસોમાં દર્શનાર્થીઓની સંખ્યા વધુ નોંધાઈ છે. જેમ કે માર્ચમાં હોળીના તહેવાર આવતા હોવાથી ઓગષ્ટમાં જન્માષ્ટમીના તહેવાર હોવાથી નવેમ્બરમાં દિવાળી વેકેશન તથા ડિસેમ્બરમાં નાતાલના મીની વેકેશનના કારણે દર્શનાર્થીઓની સંખ્યા વધુ નોંધાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial