Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાચીન અને આધુનિક ચિકિત્સા પદ્ધતિના સંયોજન માટે ખૂલશે 'સંશોધનના દ્વાર'
અમદાવાદ તા. ૧ઃ આઈટીઆરએ અને જીબીઆરસી વચ્ચે એમ.ઓ.યુ. થતા પ્રાચિન અને આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની બે સંસ્થાઓ દ્વારા હવે સંશોધનના નૂત દ્વાર ખૂલશે.
તાજેતરમાં અમદાવાદ સાયન્સ સિટીમાં યોજાયેલા ભારતીય વિજ્ઞાન સંમેલનમાં આઈ.ટી.આર.એ.ના નિયામક પ્રો. વૈદ્ય અનુપ ઠાકર અને જી.બી.આર.સી.ના નિયામક ડો. ચૈતન્ય જોષી દ્વારા એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે, જે પ્રાચીન અને આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની દિશામાં સંશોધનો થકી નવા સિમાચીન્હ રૃપ સાબિત થશે.
આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાનએ આયુર્વેદ ક્ષેત્રમાં સંશોધન શિક્ષણ અને ચિકિત્સા આપતી વિશ્વની અગ્રણી સંસ્થા છે. આ સંસ્થાની આયુર્વેદ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી અને યોગદાનને ધયાનમાં લઈ ભારત સરકાર દ્વારા તેને આઈ.એન.આઈ. (રાષ્ટ્રની મહત્ત્વની સંસ્થા) તરીકે ઘોષિત કરવામાં આવી છે. આઈ.ટી.આર.એ. આયુર્વેદ અને આયુર્વેદ ફાર્મસી ક્ષેત્રમાં સ્નાતક, અનુસ્નાતક અને ડોક્ટરેટ કક્ષાના અભ્યાસક્રમો ચલાવે છે. આ ઉપરાંત ઔષધિય વનસ્પતિઓ સંબંધિત અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પણ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે.
ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટરએ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગત સ્થાપિત સંસ્થા છે, જે અત્યંત આધુનિક અને સુસજ્જ લેબોરેટરીઓ ધરાવે છે. આ સંસ્થા દ્વારા વજ્ઞાનિક સંશોધનો માટેની મૂળભૂત કાર્યપ્રણાલીઓ વિકસિત કરવામાં આવી છે. જેનો ઉપયોગ સ્વાસ્થ્ય, કૃષિ, પર્યાવરણ અને સમુદ્ર ક્ષેત્રોના સંશોધનોમાં થઈ શકે છે.
આ બે મહત્ત્વપૂર્ણ સંશોધન સંસ્થાઓ વચ્ચે હાલમાં જ વૈજ્ઞાનિક સંશોધનો માટે એક એમ.ઓ.યુ. (સહયોગ કરારપત્ર) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારથી આયુર્વેદની ઔષધિઓ, ઔષધયોગો અને અન્ય ચિકિત્સાઓ તેમજ બાયોટેકનોલોજિકલ ઉત્પાદનોનું સુવ્યવસ્થિત રીતે આધુનિક પદ્ધતિઓ અને પરીક્ષણો દ્વારા સંશોધન થઈ શકશે. બન્ને સંસ્થાઓના સહયોગને કારણે પરાચીન આયુર્વેદીય પદ્ધતિ અને આધુનિક વૈજ્ઞાનિક સાધનોઅએમ બન્ને પક્ષને સંશોધનો દરમિયાન આવરી લઈ શકાશે. આ પ્રકારના સંશોધનો દ્વારા આયુર્વેદીય ઔષધો અને ચિકિત્સા પ્રક્રિયાઓ શરીરમાં સૂક્ષ્મ સ્તર પર કઈ રીતે કાર્ય કરે છે અને શું અસરો કરે છે તે પણ સામે આવે તેવી સંભાવનાઓ છે.
જી.બી.આર.સી. પાસે મોલીક્યુલર બયોલોજી, માઈક્રોલબાયોલોજી, જીનોમિક્સ અને પ્રોટીઓમિક્સ ક્ષેત્રોમાં સંશોધનો માટે અદ્યતન પ્રયોગશાળાઓ ઉપલબ્ધ છે, જ્યારે આઈ.ટી.આર.એ. પાસે ચિકિત્સકીય અને પૂર્વ ચિકિત્સકીય સંશોધનો માટેની હોસ્પિટલ તેમજ અન્ય સુવિધાઓ છે. આ કરારના માધ્યમથી બન્ને સંસ્થાના વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકો તેમના સંશોધનો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની ગુણવત્તા અને વ્યાપના વિસ્તાર માટે બંને સંસ્થાઓમાં સંસાધનો ઉપલબ્ધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial