Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ર૦ર૪ ના પ્રારંભે જ ઈસરોએ રચ્યો ઈતિહાસઃ પાંચ વર્ષિય મિશન શરૃઃ બ્લેકહોલનો મળશે તાગ
હરિકોટા તા. ૧ઃ ભારતે ફરીથી અંતરીક્ષની ઊડાન ભરી છે અને ઈસરોએ ઈતિહાસ રચ્યો છે. એકસ્પોસેટેલાઈટ (એક્સોસેટ) નું આજે સફળ લોન્ચિંગ થતાં બ્લેક હોલ સહિતના રહસ્યો ખુલવાની દિશામાં આગેકૂચ થઈ છે.
વર્ષ ર૦ર૪ ના પહેલા જ દિવસે ઈસરોએ ઈતિહાસ રચ્યો છે. ઈસરોએ નવા વર્ષના પ્રથમ દિવસે વિશ્વનો બીજો અને દેશનો પ્રથમ એવો સેટેલાઈટ લોન્ચ કર્યો છે. પલ્સર, બ્લોક હોલ, ગેલેક્સી અને રેડિયેશન વગેરેનો અભ્યાસ કરશે. તેનું નામ એક્સ-રે પોલારીમીટર સેટેલાઈટ છે. આ સાથે જ ૧૦ અન્ય પેલોડ્સ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. આમ ભારતે વધુ એક વખત અંતરીક્ષમાં ફરી ઊડાન ભરી છે.
એક્સપો સેટેલાઈટ અથવા એકસ્પોસેટ એટલે એક્સ-રે પોલેરિમીટર સેટેલાઈટે આજે સવારે ૯-૧૦ વાગ્યે સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટાથી સફળ ઊડાન ભરી હતી. બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓના અભ્યાસ માટે એક્સ્પો સેટેલાઈટ પેલોડ્સ પોલિક્સ અને એક્સપેક્ટ લાગેલા છે. તેમને પૃથ્વીથી ૬પ૦ કિ.મી. ઉપરની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા હતાં.
આ ભારતનું પહેલું મિશન છે. ર૦ર૧ માં નાસાના ઈમેજિંગ એક્સ-રે પોલરિમેટ્રી એક્સપ્લોરર લોન્ચ થયું હતું. એટલે ઈસરોનું આ મિશન દુનિયાનું બીજું પોલરિમેટ્રી મિશન પણ છે. આ ઉપરાંત સ્પેસ ટેક સ્ટાર્ટઅપ ધ્રુવ સ્પેસ, બેલાટ્રિક્સ એચરોસ્પેસ, ટીએમર સ્પેસના પેલોડ પણ પીએસએલવ-વી રોકેટ સાથે મોકલવામાં આવ્યા છે. કુલ ૧૦ પેલોડ આ રોકેટ સાથે મોકલવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે, બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓનો અભ્યાસ કરવા માટે ધ્યાનમાં રાખીને અદ્યતન ખગોળશાષા વેધશાળા શરૃ કરનાર દેશ વિશ્વનો બીજો દેશ બન્યો. આ ૃસેટેલાઈટ બનાવવામાં લગભગ રપ૦ કરોડ રૃપિયાનો ખર્ચ થયો છે. બ્રહ્માન્ડનું અન્વેષણ કરવા માટે એક વર્ષથી ઓછા સમયમાં ભારતનું આ ત્રીજું મિશન છે. ગયા વર્ષે ચંદ્ર પર પહોંચેલું ભારત, બ્રહ્માન્ડ અને તેના સૌથી કાયમી રહસ્યો પૈકીનો એક, બ્લેક હોલ વિશે માહિતી એકત્ર કરવા માટે ર૦ર૪ ની શરૃઆતમાં એક મહત્ત્વાકાંક્ષી પ્રયાસની યોજના બનાવી રહ્યું છે. અદ્યતન ખગોળશાસ્ત્ર વેધશાળા શરૃ કરનાર દેશ વિશ્વનો બીજો દેશ બન્યો છે, જે ખાસ કરીને બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓનો અભ્યાસ કરવા માટે રચાયેલ છે. જ્યારે સૌથી મોટા તારાઓની ઊર્જા સમાપ્ત થઈ જાય છે અને 'ઓલવાઈ જાય છે', ત્યારે તેઓ તેમના પોતાના ગુરુત્વાકર્ક્ષણ હેઠળ તૂટી પડે છે. તેઓ બ્લેક હોલ અથવા ન્યુટ્રોન તારાઓ પાછળ છોડી દે છે.
એવું નોંધવામાં આવ્યું છે કે એક્સ-રે ફોટોન અને તેમના ધ્રુવીકરણનો ઉપયોગ કરીને, એક્સ્પોસેટ નજીકના બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓમાંથી રેડિયેશનનો અભ્યાસ કરવામાં મદદ કરશે. તેમાં પીઓએલઆઈએક્સ (એક્સ-રેમાં પોલારિમીટર ઈન્સ્ટ્રુમેશન્ટ) અને એક્સએસપીએફસીટી (એક્સ-રે સ્પેક્ટોસકોપી અને ટાઈમિંગ) નામના બે પેલોડ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial