Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા આયોજીત
ખંભાળિયા તા. ૧૦: દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં જોખમી કાર્યોમાં જોડાયેલા બાળ મજૂરો રેસ્કયુ માટે ડિસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા વિશેષ ડ્રાઈવનું આયોજન કરાયું છે, જે ૩૧ ઓગષ્ટ સુધી ચાલશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાઈલ્ડ લેબર એબોલીશન માટે ડિસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ કલેકટર રાજેશ તન્નાની સૂચના અન્વયે સંબંધિત વિભાગો તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ્ય, તાલુકા અને શહેરી કક્ષાએ હોટલ, ઔદ્યોગિક એકમો, ઈંટના ભઠ્ઠા, ખેતી, પશુપાલન, ખાણ, ખાણીપીણી રેસ્ટોરન્ટ અને વિવિધ એકમોમાં જોખમી અને બિન જોખમી કાર્યોમાં કોઈ બાળકને કામ પર રાખવામાં આવ્યા હોય તેના રેસ્ક્યુ અને પુનઃ સ્થાપન માટે વિશેષ ડ્રાઈવ તા.૦૧ જુન થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધી કાર્યરત રહેશે.
ભારત સરકારના રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા '૫ાન-ઈન્ડિયા રેસ્કયૂ એન્ડ રીહેબીલીશન કેમ્પેઈન' ૩.૦ અન્વયે છેલ્લા ૩ વર્ષથી ભારતના તમામ ગામ અને શહેરોમાં બાળ મજુરીને અટકાવવા તથા પુનઃ સ્થાપન માટે ૧૨ જુન વિશ્વ બાળ મજુરી નાબુદી દિવસ નિમિત્તે વિવિધ ડ્રાઈવ અને કામગીરી થઈ રહી છે.
૧૮ વર્ષથી નીચેની વય ધરાવતા બાળકો માટે બંધારણીય વિશેષ અધિકારો અને કાયદાઓ દ્વારા સરંક્ષણ પૂરું પાડવામાં આવે છે. કોઈ પણ બાળકને કામ પર રાખવો, શોષણ કરવું, યોગ્ય તકોનો વિકાસ અટકાવવો અને વિવિધ પ્રકારના શોષણ વગેરે બાળ વિકાસ અને બાળ અધિકારનું ઉલ્લંઘન છે. કોઈપણ બાળક પાસે કામ કરાવવુંએ બાળ અને કિશોર મજુરી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ ૧૯૮૬ તથા જુવેનાઈલ જસ્ટીસ એક્ટ ૨૦૧૫ની જોગવાઈ મુજબ કાયદાનું ઉલંઘન છે. જેમાં ૫ વર્ષ સુધીની કેદ અને ૧ લાખ રૂપિયા સુધીના દંડ જોગવાઈ છે.
જિલ્લાના તમામ હિતધારકો તથા સંવેદનશીલ પ્રજાને બાળ મજુરીને અટકાવવા તથા જાગૃતિ કેળવવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે તથા આવા કોઈ બાળ મજુર કે સ્ટ્રીટ ચિલ્ડ્રન આપના ધ્યાનમાં આવે તો નજીકના પોલીસ સ્ટેશન કે જિલ્લા સરકારી શ્રમ અધિકારીની કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી જિલ્લા સેવા સદન, ખંભાળિયામાં સંપર્ક કરવા નમ્ર અનુરોધ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial