Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલાક સરપંચો બિનહરિફ તો કેટલીક ગ્રામ પંચાયતો સમરસ
જામનગર તા. ૧૦: જામનગર જિલ્લામાં આગામી તા. ર૨ ના ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. આ માટે ગઈકાલે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો.
સામાન્ય વિભાજન અને મધ્યસત્ર ચૂંટણીમાં જિલ્લાની છ તાલુકાની ર૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ માટે ૭૩૭ ફોર્મ ભરાયા છે, જ્યારે સભ્ય પદ માટે ૩ર૮૬ ઉમેદવારોએ ૩૩૦૪ ઉમેદવારી પત્રો ભર્યા છે, જ્યારે જિલ્લાની ૬૦ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીમાં સરપંચ માટે ૧૯ ફોર્મ અને સભ્ય માટે રપ ફોર્મ ભરાયા છે.
ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં મળેલો આ જબરદસ્ત પ્રતિસાદ લોકશાહીની ભાવના અને ગ્રામીણ વિકાસ તથા વહીવટમાં યોગદાન આપવા માટે સ્થાનિક લોકોનો ઉત્સાહ દર્શાવે છે. હવે આજે ફોર્મની ચકાસણી થશે અને આવતીકાલે ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. આ પછી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. ત્યારપછી તા. રર-૬-ર૦રપ ના મતદાન પ્રક્રિયા થશે.
આ ઉપરાંત અનેક ગામની ચૂંટણીમાં સરપંચ બિનહરિફ થયા છે. જેમાં ધ્રોળ તાલુકાના ખાખરા, ડાંગરા, જાબીડા, ગઢકા, પીપરટોડા, બિજલકા, નાના ગરેડિયા, હાડાટોડા, મોટા વાગુદડ, હરિપરનો સમાવેશ થાય છે.
જ્યારે જામનગર તાલુકાની ૧ર ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે. જેમાં રવાણી ખીજડિયા, ખંભાલીડા, મોટોવાસ, લાખાણી, નાનો વાસ, ખીમલીયા, મતવા, નારણપુર, શંભુનગર (મહિલા સમરસ), રામપર, વિજયપુર, દોઢિયા, સુમરી, ધુતારપુર અને ગાડુકાનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial