Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ૧૧૦૦ અને દેશમાં ૬૮૦૦થી વધુ કેસઃ ૬૮ લોકોએ ગુમાવ્યો જીવ

હાયપર ટેન્શન અને ડાયાબિટીસથી પીડિત રાજકોટના ૫૫ વર્ષીય આધેડ દર્દીનું મૃત્યુઃ આગમચેતી અનિવાર્ય

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૦: ગુજરાત સહિત દેશમાં કોરોનાનુ સંક્રમણ વધી રહ્યું છે અને ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૧૧૦૦ આંકડો વટાવી ગઈ છે, તથા રાજકોટમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ નોંધાયુ છે, તેવી જ રીતે દેશમાં કોરોનાના ૬૮૧૫ કેસ નોંધાયા છે, અને ૬૮ દર્દીઓ જીવ ગુમાવી ચુકયા છે. લોકોને એલર્ટ કરાઈ રહ્યા છે.

દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપભેર વધી રહ્યુ છે અને ૧૦ જુન સુધીમાં દેશમાં કોરોના કેસની સંખ્યા ૬૮૧૫ સુધી પહોંચી ચૂકી છે. અત્યારસુધીમાં ૬૮ લોકો જીવ ગુમાવી ચૂકયા છે. એક અઠવાડિયાથી સરેરાશ દરરોજ ૫-૬ લોકો મૃત્યુ પામી રહ્યા છે.

તેવી જ રીતે ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના સંક્રમણે માથુ ઉચક્યું છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૧૧૦૦ને પાર પહોંચી છે. ત્યારે કોરોનાથી રાજકોટમાં પહેલું મૃત્યુ નોંધાયું છે. સોમવારે (નવમી જૂન) સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૫૫ વર્ષીય આધેડનું કોરોનાથી મોત નીપજ્યું હતું. છેલ્લા ચાર દિવસથી તેમનામાં કોરોનાના લક્ષણો હતા. આ ઉપરાંત મૃતકને હાયપર ટેન્શન ડાયાબિટીસ સહિત અન્ય બીમારીઓ પણ હતી.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૩૫ નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૧૦૯ પર પહોંચી ગઈ છે. જેમાંથી ૩૩ હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે ૧૦૭૬ દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય ૧૦૬ દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે.

દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહૃાા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૨૪ નવા કેસ સામે આવ્યા છે. કેરળમાં સૌથી વધુ ૨૦૫૩ કેસ છે. ત્યારબાદ ૧૧૦૦થી વધુ કેસ સાથે ગુજરાત બીજા નંબરે છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કોરોનાના નવા વેરિઅન્ટને કારણે ૧૨ રાજ્યોમાં ૬૮ દર્દીઓના મોત થયા છે. સોમવારે, કેરળ, દિલ્હી અને ઝારખંડમાં ૧-૧ દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૮ લોકોના મોત નોંધાયા છે. સોમવારે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ૩ ડોકટરો સહિત ૬ નવા કેસ નોંધાયા હતા. આ પછી, જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ હાઇ એલર્ટ પર છે. મધ્યપ્રદેશમાં હાલમાં ૪૩ એક્ટિવ કેસ છે.

સરકારે કહૃાું છે કે, અમે કોવિડ સામે લડવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. હોસ્પિટલોમાં બેડ, વેન્ટિલેટર અને આઈસીયુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અમે સતર્ક છીએ, અમે કોઈપણ પરિસ્થિતિને નિયંત્રિત કરી શકીએ છીએ. આરોગ્ય મંત્રી રૂૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલનો વેરિઅન્ટ ઓમિક્રોન વાયરસ કોવિડ પરિવારનો છે, પરંતુ તે એટલો ગંભીર નથી.

કેરળના આરોગ્ય વિભાગે હોસ્પિટલોને કોવિડ-૧૯ અને ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર કરતી વખતે જૂન ૨૦૨૩ માં જારી કરાયેલ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાની સૂચના આપી છે. હોસ્પિટલોમાં દરેક વ્યક્તિ માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. ઉપરાંત, શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર સરકારના જણાવ્યા મુજબ, જાન્યુઆરીથી રાજ્યમાં કુલ ૧૭ લોકોના મૃત્યુ થયા છે. તેમાંથી ૧૬ અન્ય રોગોથી પણ પીડિત હતા. આ વર્ષે અત્યાર સુધીમાં ૧૩,૭૦૭ સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી ૧૦૬૪ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

કર્ણાટકમાં ગુલબર્ગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસે ૨૫ બેડનો કોવિડ વોર્ડ સ્થાપ્યો છે. આમાંથી પાંચ આઈસીયુ (વેન્ટિલેટર સહિત), હાઇ ડિપેન્ડન્સી યુનિટ અને પાંચ સગર્ભા સ્ત્રીઓ માટે છે. બાકીના ૧૦ સામાન્ય બેડ છે.

ઉત્તરાખંડમાં રાજ્ય સરકારે બુધવારે ગાઈડલાઈન જારી કરી અને જિલ્લા વહીવટીતંત્રને હોસ્પિટલોમાં ઓક્સિજન અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જણાવ્યું. આ ઉપરાંત, ઈન્ફલ્યુએન્ઝા, ગંભીર શ્વસન ચેપ અને કોવિડ કેસ જેવા રોગોની જાણ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.

સિક્કિમના આરોગ્ય મંત્રી જીટી ધુંગલે જણાવ્યું હતું કે ૨૯ મેથી રાજ્યમાં ૫૨૬ સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી ૧૫ લોકો પોઝિટિવ મળ્યા છે. આ પછી, કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને, તમામ હોસ્પિટલોમાં માસ્ક પહેરવા અને સેનિટાઇઝરનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશમાં કોવિડનો પહેલો કેસ નોંધાયા પછી, ૪ જૂને હોસ્પિટલમાં દરેક માટે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. ૩ જૂને સિરમૌર જિલ્લાના નાહનમાં પહેલો કેસ મળી આવ્યો હતો.

કોરોનાને લઈને ગાઈડ લાઈન્સ

કોરોનાનુ સંક્રમણ વધવા લાગતા આરોગ્યતંત્રો દ્વારા જાહેર સ્થળો પર ભીડ ટાળવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે અને નિયમિતપણે સેનિટાઈઝેશન કરવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. સતત ટેસ્ટિંગ અને ટ્રેસિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી છે, જેથી સંક્રમણની ચેન તોડી શકાય. જે વિસ્તારોમાં વધુ કેસો નોંધાઈ રહ્યા છે, ત્યાં કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરીને અવર જવર પર નિયંત્રણો મુકવામાં આવી રહ્યા છે.

કોરોનાના વધતા કેસો વચ્ચે લોકોને સાવચેતી રાખવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવા અને તબીબી સલાહ લેવા માટે જણાવાયું છે. વૃદ્ધો, બાળકો અને ગંભીર બીમારીઓથી પીડાતા લોકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ. કોરોના સામેની લડાઈમાં દરેક નાગરિકનો સહયોગ અત્યંત મહત્વપૂર્ણ છે. આરોગ્ય નિષ્ણાતો દ્વારા પણ વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવું અને સામાજિક અંતર જાળવવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. રસીકરણ અભિયાનને પણ વધુ વેગ આપવામાં આવી રહ્યો છે, જેથી વધુને વધુ લોકો રસી મેળવીને સુરક્ષિત બની શકે.

રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ભવિષ્યમાં કેસોની સંખ્યાને નિયંત્રિત કરવા માટે નવી રણનીતિઓ પણ ઘડવામાં આવી રહી છે. હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતા, ઓકિસજનનો પૂરતો જથ્થો અને દવાઓની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી ચુકી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh