Advertisement
Author: નોબત સમાચાર

સગી બહેન સામે કરાયેલા ચેક પરતના કેસમાં નીચેની કોર્ટનો સજાનો હુકમ રખાયો યથાવત

એક વર્ષની કેદ અને ચેકની રકમના વળતરનો હતો આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના એક મહિલાએ મોરબીના ખારચીયામાં રહેતા પોતાના સગા બહેન સામે રૂ.૩ લાખના ચેક પરતની કરેલી ફરિયાદમાં અદાલતે એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનું વળતર ચૂકવવા આદેશ કર્યાે હતો. તે હુકમ સામે કરાયેલી અપીલમાં પણ નીચેની કોર્ટનો આદેશ યથાવત રાખવામાં આવ્યો છે.

જામનગરના સ્વામી નારાયણ નજીક આવેલા ભાગ્યલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા ઉર્મિલાબેન રાજેશભાઈ જોષી પાસેથી મોરબી તાલુકાના ખારચીયા ગામમાં પંડયા પેલેસમાં રહેતા અને આમરણના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તેમના સગા બહેન સંગીતાબેન મનસુખભાઈ નિમાવતે રૂ.૩ લાખ હાથઉછીના લીધા હતા.

બે બહેનો વચ્ચે થયેલા વ્યવહારમાં રકમની પરત ચૂકવણી માટે સંગીતાબેને પોતાના બહેનના નામનો રૂ.૩ લાખનો ચેક આપ્યો હતો. તે ચેક અપૂરતા ભંડોળના કારણે બેંકમાંથી પરત ફર્યાે હતો. તેથી જામનગરની કોર્ટમાં ઉર્મિલાબેન જોષીએ ફરિયાદ કરી હતી.

ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આરોપી સંગીતાબેન મનસુખભાઈને એક વર્ષની કેદ તથા ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે હતો. તે હુકમ સામે સંગીતાબેન મનસુખભાઈએ સેશન્સ કોર્ટમાં અપીલ નોંધાવી હતી. તે અપીલ ચાલી જતાં અદાલતેે સંગીતાબેનની સજાનો હુકમ યથાવત રાખ્યો છે અને આ મહિલા સામે સજાનું વોરંટ કાઢવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ઉદયસિંહ ચાવડા, બેનઝીર જુણેજા, કપિલ તીર્થાણી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh