Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૦: ખંભાળીયા તાલુકામાં આગામી ૨૨ જૂનના રોજ યોજાનાર ગ્રામપંચાયતોના સરપંચો તથા સદસ્યોની પેટા ચૂંટણીઓ માટે ગઈકાલે ફોર્મ ભરવા માટે મામલતદાર કચેરીએ ઉમેદવારો કાર્યકરો સાથે ઉમટી પડ્યા હતા.
સરપંચનું પદ પણ હવે સ્ટેટસ સિમ્બોલ ગણાતું હોય તથા મોટરકારમાં પ્રેસીડેન્ટ ઓફ ગ્રામપંચાયતના બોર્ડ સાથે સરપંચો ફરતા હોય તો જ્યાં નજીકમાં મહાકાય કંપનીઓ ત્યાં તો સરપંચ થવા પડાપડી થતી હોય તથા મતદારોને પણ રીઝવવા માટે અવનવા પ્રયત્નો સાથે નાણાકીય ખર્ચ પણ મોટો થતો હોય, સરપંચની ચૂંટણીમાં પણ ફોર્મ અગાઉથી વિશાળ સંખ્યામાં લોકો તથા કાર્યકરો સાથે ફોર્મ ભરાયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા, ભાણવડ, કલ્યાણપુર તથા દ્વારકા તાલુકાઓમાં તાલુકા મામલતદારોએ ચકાસણી શરૂ કરી છે જે પછી જ્યાં એક જ ફોર્મ હશે તે સમરસ જાહેર થશે. જ્યાં વધુ હશે ત્યાં ૨૨-૬-૨૫ના ચૂંટણીઓ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial