Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પી.એમ. કિસાન સન્માન નિધિ માટે રજીસ્ટ્રેશન પણ જરૂરીઃ
જામનગર તા. ૧૦: એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે. જામનગર જિલ્લાના ખેડૂતોએ ફાર્મર આઈડી મેળવવા માટે તથા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા નોંધણી કરાવવી જરૂરી છે અને તમામ ખાતેદાર ખેડૂતો માટે ફરજીયાત છે.
એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રરી હેઠળ રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે. રાજ્યમાં ૧૫ મી ઓક્ટોબરથી ખેડૂત નોંધણીની શરૂઆત કરવામાં આવેલ છે. જે હેઠળ જામનગર જિલ્લાના તમામ ખાતેદાર ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રરી હેઠળ ફરજિયાત નોંધણી કરાવવી આવશ્યક છે. ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતો તેઓની જમીનની માલિકીની માહિતી સરળતાથી મેળવી શકશે.
ફાર્મર રજીસ્ટ્રી હેઠળ નોંધણી થયેથી તમામ ખેડૂતો માટે ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો મેળવવા સરળ બનશે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના લાભ મેળવતા અને ઈચ્છુક લાભાર્થીઓ માટે ખેડૂત નોંધણી ફરજિયાત કરેલ છે જેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મેળવતા ખેડૂતો માટે આ યોજનાનો આગામી હપ્તાથી લાભ ચાલુ રાખવા ફાર્મર રજીસ્ટ્રી ફરજિયાત હોવાથી બાકી રહેલ તમામ ખેડૂતોએ સત્વરે રજીસ્ટ્રરેશન કરાવવાનું રહેશે. આ માટે વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ખેડૂત નોંધણી દરેક સંબંધિત ગ્રામ પંચાયતોમાં (વિસી પાસે)કરાવી શકાશે.
રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈડીની નોંધણી કરવી ફરજિયાત હોય આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને ૭/૧૨ અને ૮ અ નકલ સાથે સંબંધિત ગ્રામ પંચાયત ખાતે તલાટી કમમંત્રી/ વીસી નો સંપર્ક કરી ખેડુત નોંધણીની કાર્યવાહી કરાવવાની રહેશે. સરકાર દ્વારા ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવેલ હોય જામનગર જિલ્લામાં તમામ ગ્રામ પંચાયત ખાતે હાલ ઝુંબેશના રૂપમાં ફાર્મર રજીસ્ટ્રીની કામગીરી હાર ધરવામાં આવી હોવાથી જિલ્લાના ખેડૂતો આગામી સમયમાં સરકારની કોઈપણ યોજનાના લાભોથી વંચિત ન રહે તે માટે તેઓએ ગામના ઓપરેટર મારફત સેલ્ફ મોડ દ્વારા ખેડુત નોંધણી કરવા તથા ફાર્મર રજીસ્ટ્રરી હેઠળ નોંધણી અગેની વધુ માહિતી માટે જે તે ગામના તલાટી કમમંત્રી, ગ્રામ સેવકનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial