Advertisement
Author: નોબત સમાચાર

હોસ્પિટલમાં ટ્રોમા વોર્ડ પાસે યુવક-યુવતીએ ધમાલ મચાવી સિક્યુરિટી ગાર્ડને ગાળો ભાંડી

બનાવનો વીડિયો વાયરલઃ સિક્યુરિટી વધુ એક વખત વિવાદમાં:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરની જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડ પાસે ગઈકાલે એક યુવતી તથા યુવકે ધમાલ મચાવી હતી. તેનો વીડિયો વાયરલ થયો છે. યુવતીએ એક વ્યક્તિનો મોબાઈલ ઝૂંટવીને તોડી નાખ્યો હતો અને સિક્યુરિટી ગાર્ડને ગાળો ભાંડી ધમકી આપી હતી.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવેલા ટ્રોમા વોર્ડમાં ગઈકાલે સાંજે ચારેક વાગ્યે સંગીતા નામની એક યુવતી તથા એક અજાણ્યો શખ્સ આવ્યા હતા. સંગીતાની સારવાર માટે આવેલા આ વ્યક્તિઓ કોઈ કારણથી બોલાચાલી કરવા લાગ્યા હતા.

આ વેળાએ ત્યાં ફરજ પર હાજર સિક્યુરિટી ગાર્ડ વિનોદરામ દોસાધ તેઓને સમજાવવા ગયા હતા. આ વેળાએ વિનોદરામ સાથે બોલાચાલી કરી સંગીતાએ તેઓને લાત મારી દીધી હતી. તે પછી બંને વ્યક્તિ ચાલ્યા ગયા હતા. થોડીવાર પછી ફરીથી સંગીતા અને અજાણ્યો શખ્સ આવી ચઢ્યા હતા. તેઓએ સિક્યુરિટી ગાર્ડ રઘુવીરસિંહ જેઠુભા સાથે બોલાચાલી કરી હતી અને સંગીતાએ તેઓને ગાળો ભાંડી હતી. સાથે રહેલા શખ્સે પોતાના હાથમાં પહેરેલું કડુ માથામાં ઝીંકી દીધુ હતું, રઘુવીરસિંહે આ બાબતની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે, જી.જી. હોસ્પિટલમાં વર્ષાેથી સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. તે પછી ખાનગી સિક્યુરિટી એજન્સીને કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો છે. તે પછી અવારનવાર જી.જી. હોસ્પિટલમાં આવી રીતે ધમાલ મચતી રહે છે. અત્રે યાદ અપાવવાનું ઘટે કે થોડા મહિનાઓ પહેલાં ટ્રોમા વોર્ડથી આગળ સિટી સ્કેન સેન્ટર પાસે એક યુવાનની હત્યા પણ થઈ ગઈ હતી. તેમ છતાં સિક્યુરિટી ગાર્ડ ત્યાં શું કરે છે? તે પ્રશ્નનો જવાબ મળી શકતો નથી. મોટાભાગના ગાર્ડ પોતાની ફરજ પર જોવા મળતા નથી અને તેમ છતાં આ એજન્સીની કાર્યવાહી હોસ્પિટલ તંત્ર દ્વારા ચલાવી લેવામાં આવે છે.

બનાવનો વિડિયો જોવા માટે લિંક પર ક્લિક કરો

Instagram

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh