Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીડિયો શહેરભરમાં થયો વાયરલઃ
જામનગર તા. ૧૦: જામનગરના સુમેર કલબ રોડ પર મેડિકલ સ્ટોરમાં દવા લેવા આવેલા એક આસામીની મોટરમાં ખાનગી વસ્ત્રમાં સજ્જ ટ્રાફિક કર્મચારીએ લોક મરાવતા મોટરચાલક દોડી આવ્યા હતા. તે પછી આ મોટરનો લોક ખોલી આપવામાં આવ્યો હતો. આમ વધુ એક વખત ટ્રાફિક શાખાની દાદાગીરી બહાર આવી છે. આ બનાવનો વીડિયો વાયરલ થયો છે.
જામનગરના સુમેર કલબ રોડ પર આવેલા એક મેડિકલ સ્ટોર્સમાં એક આસામી દવા લેવા માટે આવ્યા હતા. ઉતાવળ હોવાના કારણે આ આસામીએ રોડની સાઈડમાં પાર્ક કરેલી પોતાની મોટર ચાલુ રહેવા દીધી હતી અને તેઓ સ્ટોરમાં ગયા હતા.
તે દરમિયાન ત્યાં આવી ચઢેલા અને સિવિલ ડ્રેસમાં રહેલા ટ્રાફિક શાખાના કર્મચારી અને ટોઈંગ વાનના કર્મચારીએ તે મોટરમાં લોક લગાવી દીધો હતો. તે નીહાળી મોટરચાલક દોડી આવ્યા હતા અને તેઓએ મોટર પાર્ક કરી નથી તેવી દલીલ કર્યા પછી જવા દેવા માટે કાકલૂદી કરી હતી.
કાયદા મુજબ સિવિલ ડ્રેસમાં રહેલા ટ્રાફિક કર્મચારી દંડ વસૂલવો કે વાહન ડીટેઈન કરી શકતા નથી તેમ છતાં આ કર્મચારીએ જીભાજોડી કરતા તમાશાને તેડુ ન હોય તે રીતે ટોળુ એકઠુ થઈ ગયું હતું જેમાં કેટલાક લોકોએ વાહનચાલકનો પક્ષ લેતા આખરે તેઓની મોટરનો લોક ખોલી આપવો પડ્યો હતો અને મોટરચાલક સ્થળ પરથી રવાના થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, આવી જ રીતે થોડા દિવસ પહેલાં લીમડા લાઈન વિસ્તારમાં પણ બહારગામથી આવેલા અને જામનગરથી અપરિચિત એવા આસામીની મોટરમાં પણ લોક મારી દઈ ટ્રાફિક શાખાના કર્મચારી અને ટોઈંગ વાનના કર્મચારીએ દંડની વસૂલાત માટે જીભાજોડી કરી હતી. પોતાની ટ્રેન ચાલી જશે તેવી આ વાહનના ચાલકે કરેલી રજૂઆતને પણ માન્ય ન રાખી બંને કર્મચારીએ દાદાગીરી વ્યક્ત કર્યા પછી આ પ્રકારનો બીજો બનાવ પ્રકાશમાં આવવા પામ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial