Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરના ઢાંકણા ખોલવા નહીં

મહાનગરપાલિકાની તાકીદ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરમાં ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીનો નિકાલ ભૂગર્ભ ગટરના મશીન હોલ-ચેમ્બરના ઢાંકણા નહીં ખોલવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જામનગર શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર કાર્યરત છે. તા. ૧પ-૪-ર૦રપ થી તા. ૩-૬-ર૦રપ સુધીમાં જામનગર મહાનગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી અન્વયે ૮૪૦૮ મશીન હોલની તથા સેક્શનની સફાઈ કામગીરી કરવામાં આવી છે, અને અંદાજે ૧પ૬ ટન સ્લમ-કાર્ટિંગ કાપવામાં આવી છે. આ કામગીરી હાલ પણ ચાલુ છે, અને ૧પ-૬-ર૦રપ સુધીમાં પૂર્ણ કરવામાં આવનાર છે. ભૂગર્ભ વટરના ઢાંકણા ચાલુ વરસાદ દરમિયાન નહીં ખોલવા મહાનગરપાલિકાએ અનુરોધ કર્યો છે, કારણ કે તેનાથી અકસ્માત થવાની શક્યતા છે, તેમજ વરસાદી પાણી સાથી માટી-કચરો ભૂગર્ભ ગટરમાં જઈ શકે છે. પરિણામે ગટર ચોકઅપ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, અને નેના કારણે ગટરના ગંદા પાણી રોડ ઉપર ફેલાય તેવી શક્યતા રહે છે.

કાનૂની જોગવાઈ અનુસાર પણ વરસાદી પાણી ભૂગર્ભ ગટરમાં ઠાલાવાની મનાઈ છે. જેની ગંભીરતાને ધ્યાને લઈ ગટરના ઢાંકણા ખોલવા-તોડવા નહીં.

જ્યાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયું ન હોય અથવા ગટર ચાલુ કરવામાં આવેલ ન હોય, તેવા સમયે ગંદા પાણીનો નિકાલ ગટરમાં નહીં કરવા અને ગેરકાયદે જોડાણ નહીં કરવા પણ મહાનગર પાલિકાએ સૂચના આપી છે. આવા કિસ્સામાં ગેરકાયદે જોડાણ આપનાર સામે પગલાં ભરવામાં આવશે.

સુપ્રિમ કોર્ટની જોગવાઈ મુજબ સેપ્ટિક ટેન્ક, ભૂગર્ભ ગટરના મશીનનું હોલ અને ચેમ્બરમાં સફાઈ તેમજ જોડાણ કરવા કોઈ વ્યક્તિએ અંદર ઉતરવું નહીં કે કોઈ સફાઈ કામદારને પણ અંદર ઉતારવા નહીં, કારણ કે સેપ્ટિક ટેંક, મશીન હોલ અને ચેમ્બરમાં રહેલ ઝેરી ગેસના કારણે અકસ્માત અને જાનહાની થવાની શક્યતા રહે છે, જેથી આ બાબતનો ભંગ કરશે તો તેની સામે ફોજદારી પગલાં લેવામાં આવશે તેમ સિટી ઈજનેરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh