Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રીય કેબિનેટ મંત્રી તથા સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં ચેમ્બરના પ્રમુખ તરીકે રમણિક અકબરીએ કર્યું પદગ્રહણ
જામનગર તા. ૧૦: જામનગરના ઔદ્યોગિક અને વેપારી ક્ષેત્રના સંગઠન જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો પ્રમુખ પદગ્રહણ સમારોહ કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા તથા સાંસદ પૂનમબેન માડમની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો હતો.આ સમારોહમાં શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ, વેપારી અગ્રણીઓ, વિવિધ ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ, રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પોતાના વક્તવ્યમાં જામનગરના ઔદ્યોગિક અને વેપારી વિકાસમાં ચેમ્બર ઓફ કોમર્સના દાયકાઓ જૂના યોગદાનની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, જામનગર માત્ર તેની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ માટે જ નહીં, પરંતુ તેના ગતિશીલ વેપાર-ઉદ્યોગ માટે પણ જાણીતું છે. ચેમ્બર ઓફ કોમર્સ જેવા સંગઠનો તેના આર્થિક વિકાસના પાયામાં પથ્થર સમાન છે, જે સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને એક મંચ પૂરો પાડીને તેમને પ્રોત્સાહન આપે છે.
મંત્રીએ વર્તમાન સરકાર દ્વારા વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે લેવાયેલા વિવિધ ક્રાંતિકારી પગલાંઓ જેવા કે 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ', સ્ટાર્ટઅપ ઇન્ડિયા, અને આત્મનિર્ભર ભારત જેવી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર વેપારી સમુદાયને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને તેમને વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવા માટે સક્ષમ બનાવવા કટિબદ્ધ છે. તેમણે ભવિષ્યમાં પણ વેપાર-ઉદ્યોગને વધુ વેગ આપવા માટે સરકાર દ્વારા લેવાનાર નીતિગત નિર્ણયો અને યોજનાઓ વિશે સંક્ષિપ્ત રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે પણ પોતાના વક્તવ્ય દ્વારા જામનગરના વેપારી સમુદાયની મહેનત અને દૃઢતાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, *જામનગરના ઉદ્યોગોએ અનેક પડકારોનો સામનો કરીને પણ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. સ્થાનિક ઉદ્યોગોના વિકાસ માટે સંસદ સભ્ય તરીકેના તેમના સહયોગની ખાતરી આપતા તેમણે જણાવ્યું હતું કે, સરકાર જામનગરના વેપાર-ઉદ્યોગના હિતો જાળવવા તેમજ તેમની સમસ્યાઓના નિરાકરણ માટે કટિબદ્ધ છે. સ્થાનિક ઉદ્યોગોને જરૂરી માળખાકીય સુવિધાઓ અને સહાય મળે તે સુનિશ્ચિત કરવું એ સરકારની પ્રાથમિકતા છે.*
સમારોહમાં નવનિયુક્ત પ્રમુખ રમણિકભાઈ અકબરીએ વિધિવત રીતે પદગ્રહણ કર્યું હતું. તેમણે પોતાની ભાવિ યોજનાઓ અને જામનગરના વેપાર-ઉદ્યોગ માટેના દ્રષ્ટિકોણ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ જામનગરના વેપાર-ઉદ્યોગના હિતોનું રક્ષણ કરવું, નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું, અને વેપારી સમુદાયને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે સરકાર સાથે સંકલન સાધવાનો રહેશે.*
આમંત્રિત મહેમાનોએ નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી અને જામનગરના વેપાર-ઉદ્યોગના ઉજ્જવળ ભવિષ્યની આશા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ બીપેન્દ્રસિંહ જાડેજા, જીતેન્દ્રભાઈ લાલ, અક્ષત વ્યાસ, કૃણાલ શેઠ, અજેશ પટેલ, તુષાર રામાણી, સુધીરભાઈ વછરાજાણી, તુલસીભાઈ ગજેરા સહિત બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો તથા વેપારી ભાઈઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial