Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર-ગુજરાતનું ગૌરવ
જામનગર તા. ૧૦: કોમર્શિયલ વ્હીકલ ફોરમ તે ૧૦૦થી વધુ ઉદ્યોગ નિષ્ણાતો, ૫૦૦થી વધુ સીએફઓ, ડીસીશન મેકર્સ તેમજ ૫૦થી વધુ ઈનોવેટીવ ભાગીદારોને એક જ મંચ પર લાવતું વર્લ્ડ ક્લાસ પ્લેટફોર્મ છે.
જામનગરના શ્રી જલારામ ફ્રેઈટ કેરીયર્સ પ્રાઈવેટ લિમિટેડના ત્રીજી ૫ેઢીના સદસ્ય અને મેનેજીંગ ડાયરેક્ટર મીત મોરજરીયા તા. ૧૧-૦૬-૨૫ના પૂણેમાં યોજાનાર કોમર્શિયલ વ્હીકલ ફોરમ (સીવીએફ) ૨૦૨૫માં ખાસ વક્તા તરીકે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના નક્શાને એક નવા જ આધુનિક સ્વરૂપમાં રજુ કરનાર છે.
આ ફોરમ રાષ્ટ્રીય સ્તરે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના મુખ્ય નાયકો, પોલીસ કેમર્સ, ટેકનોલોજી લીડર્સને એક જ પ્લેટફોર્મ પર લાવતું ફોરમ છે. આ વખતના ફોરમમાં મીત મોરજરીયા ભારતીય ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના સૌથી મહત્ત્વના મુદ્દાઓ અને તેના ઉકેલ અંગે વિચાર-વિમર્શમાં પોતાનું માર્ગદર્શન આપશે. તેઓ ઉદ્યોગની પ્રાથમિક સમસ્યાઓ, નવી પેઢીના દૃષ્ટિકોણ અંગે પોતાના વિચારો રજુ કરશે. ખાસ કરીને એફટીએલ ટ્રાન્સપોર્ટ અને ડ્રાઈવર ઈકો સિસ્ટમના સુધારાના વિષય પર પોતાનું વિશ્લેષણ રજુ કરશે.
જામનગરની તેમની શ્રી જલારામ ફ્રેઈટ કેરીયર્સ કંપની આજના યુગમાં નવી ટેકનોલોજી અને પાથ બ્રેકીંગ બિઝનેસ મોડેલથી ઉદ્યોગમાં સફળતાના અને સિદ્ધિના નવા શિખરો સર કરી રહી છે.
મીતભાઈ મોરજરીયાની કંપની હાલના યુગમાં નવી ઉર્જા, ટેકનોલોજી અને સ્ટ્રેટેજીક ઈન્ટેલિજન્સ સાથે ભારતના અગત્યના ફેરવાહક માર્ગો પર અસરકારક રીતે પ્રવૃત્ત છે. તેઓ ટ્રેડીશનલ ટ્રાન્સપોર્ટ મોડલને આધુનિક વિચારસરણી અને ઉચ્ચ માનવીય મૂલ્યો સાથે એક નવું આવકરણ આપતા ઉદ્યોગ નેતૃત્વના પ્રતિનિધિ છે. ડ્રાયવરોને શ્રમિક તરીકે નહીં, ભારતના ગ્રોથ પાર્ટનર તરીકે જોવાનો આ સમય છે. ઉદ્યોગની પાયા પર માનવ સંશાધન છે. તેના વિના રસ્તાઓ ગંતવ્ય સ્થળ સુધી પહોંચતા નથી. ભારતમાં દર વર્ષની અંદાજે ૨૨% ફીટ ડિલિવરી લોસીસ માત્ર ડ્રાયવર અભાવ અને પ્લાનીંગ ખામીના કારણે થાય છે ફક્ત ટેકનોલોજી નહીં, માનવીય મૂલ્યો પણ સમાનપણે મહત્ત્વના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial