Advertisement
Author: નોબત સમાચાર

ધુંવાવ પાસેથી મળી આવેલી માનસિક અસ્થિર તરૂણીનો માતા સાથે પુનઃ મિલાપ

પોલીસે મોડીરાત્રે હાથ ધર્યું રેસ્ક્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગર નજીકના ધુંવાવ ગામ પાસેથી રવિવારે રાત્રે ચૌદેક વર્ષની એક તરૂણી મળી આવી હતી. માનસિક અસ્થિરતાનો ભોગ બનેલી આ તરૂણી પોતાના ઘરેથી નીકળી ગઈ હોવાનું જાણવા મળતા પોલીસે શંકરટેકરીમાં રહેતા તેના માતા સાથે તેણીનો પુનઃ મિલાપ કરાવી આપ્યો હતો.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધુંવાવ ગામ પાસે રવિવારે રાત્રે અગિયારેક વાગ્યે એક આગેવાને પોલીસને જાણ કરી હતી કે ચૌદેક વર્ષની લાગતી એક તરૂણી તેમના ગામમાં આવી છે.

જાણના પગલે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.આર. પરમાર તથા મહિલા પોલીસકર્મી આર.આર. ગોજીયા સહિતનો સ્ટાફ ધુંવાવ દોડી ગયો હતો. ત્યાંથી આ તરૂણી મળી આવી હતી.

આ તરૂણીના કપડા તથા વાતચીત પરથી તેણી માનસિક અસ્વસ્થ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે તેણીના પરિવારજનોની શરૂ કરેલી શોધખોળમાં આ બાળકીના માતા શંકરટેકરીમાં રહેતા હોવાનું ખૂલ્યું હતું. તેઓને આ તરૂણી પાસે લઈ જવાતા તેણીએ પોતાની પુત્રી માનસિક અસ્થિરતાના કારણે ઘરેથી નીકળી ગઈ હોવાનું જણાવ્યું હતું. પોલીસે માતા-પુત્રીનો મિલાપ કરાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh