Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક જ દિવસમાં તાપમાનમાં ૮.પ ડીગ્રીનો કડાકોઃ
જામનગર તા. ૧૦ : જામનગરમાં એક જ દિવસમાં ૮.પ ડીગ્રીના કડાકા સાથે લઘુતમ તાપમાનનો પારો ર૦ ડીગ્રીએ પહોંચી ગયો હતો. આંશિક વધીને મહત્તમ તાપમાન ૩પ.૪ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં તેજીલા વાયરાઓના દોર વચ્ચે એક જ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો સડસડાટ ૮.પ ડીગ્રી સુધી નીચે શરકીને ર૦ ડીગ્રીએ પહોંચી ગયો હતો. જામનગરમાં છેલ્લા પાંચ દિવસથી મહત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો, પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં તેના પર બ્રેક લાગી ગઈ હતી. આંશિક વધીને મહત્તમ તાપમાન ૩પ.૪ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા રહ્યું હતું, જેના પગલે ખાસ કરીને બપોરે બફારો અનુભવાયો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૪૦ થી ૪પ કિ.મી.ની રહેવા પામી હતી. ઝપાટાબંધ રીતે ફૂંકાતા વેગીલા વાયરાઓના પગલે ધૂળના કણ ઊડીને આંખમાં પડતા રાહદારીઓ અને ખાસ કરીને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગતિમાન પવનના પગલે સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગતા જનતાએ રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial