Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૨ ફૂટ ઊંચા પાણીના બોટલના ઈન્સ્ટોલેશન લગાવાયા
અમદાવાદ તા. ૧૦: વિશ્વ પર્યાવરણ દિવસે, જેડબ્લ્યૂની સીએસઆર શાખા જેડઅર્થ દ્વારા ફરી એક વખત પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતાં. અમદાવાદના સી.જી. રોડથી શરૂ થઈ વલ્લભ સદન, રિવરફ્રન્ટ સુધી ૬૦૦ થી વધુ લોકોએ પ્લાસ્ટિક અને કચરો સાફ કરી ક્લીન-અપ વોક યોજી હતી. આ માધ્યમથી જમીન અને જળમાં વધતા માઇક્રો પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે લોકોનું ધ્યાન ખેંચી જાગૃત કરાયા હતાં.
વિશેષ વાત એ છે કે, છેલ્લાં ૨૦ વર્ષથી, જેડબ્લ્યૂ દ્વારા દર વર્ષે શહેરમાં અનોખી એમ્બિઅન્ટ મીડિયાના માધ્યમથી કલાકૃતિઓ તૈયાર કરીને પર્યાવરણ અંગેનો સંદેશ પહોંચાડવામાં આવે છે. આ વર્ષે શહેરના ૯ સ્થળોએ ૧૨ ફૂટ ઊંચા પાણીની બોટલના ઇન્સ્ટોલેશન લગાવવામાં આવ્યા હતા - આ પાણીની બોટલ પ્લાસ્ટિક અને અન્ય કચરાથીથી ભરેલી હતી જે સામાન્ય રીતે આપણે નદી, તળાવ કે દરિયામાં ફેંકી આપીએ છીએ. તેનું મુખ્ય સંદેશ હતો. તમે જે ફેંકો છો, એ જ તમે પીવો છો, જે વાસ્તવિક રીતે પાણીમાં વધી રહેલા માઇક્રોપ્લાસ્ટિક વિશે ગંભીર ચિંતાનો વિષય છે. આ ઇન્સ્ટોલેશન આર્ટ અને એમ્બિઅન્ટ મીડિયા એજન્સી એફએલએસ (ફ્રેશ લાઈમ સોડા ક્રિએટિવ્સ) દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. જેડબલ્યૂના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શાંભવ ચૌહાણે જણાવ્યું હતું કે, "દર વર્ષે અમારૃં પર્યાવરણ માટેનું પ્રતિબુદ્ધતાનું સ્તર વધુ મજબૂત થઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial