Advertisement
Author: નોબત સમાચાર

ગુજકોમાસોલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: વર્ષ ર૦રપ ને 'ઈન્ટરનેશનલ યર ઓફ કો-ઓપરેટિવ્સ' તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ તે સંબંધમાં ગુજકોમાસોલ દ્વારા પણ પૂરા વર્ષ દરમિયાન તેની ઉજવણી કરવાનું સર્વાનુમત્તે નક્કી કરવામાં આવેલ. તે અંતર્ગત 'વિશ્વ પર્યાવરણ દિવસ' તથા 'ઈન્ટરનેશનલ યર ઓફ કો-ઓપરેટિવ્સ'ને ચરિતાર્થ કરવા 'એક પેડ માઁ કે નામ'ની થીમ ઉપર ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટીંગ ફેડરેશન લિ. (ગુજકોમાસોલ), ગાંધીનગરના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીજીના માર્ગદર્શન હેઠળ અને તેઓશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં સંસ્થાના મુખ્ય મથક શ્રી ત્રિભુવનદાસ પટેલ સહકાર ભવન, ગુજકોમાસોલ, ગાંધીનગરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા તેઓશ્રીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણની જાળવણી અર્થે વૃક્ષારોપણની મહત્ત્વતા વિશે જાણકારી આપેલ હતી. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સંસ્થાના ચીફ એક્ઝિક્યુટીવ શ્રી દિનેશ સુથાર, વહીવટી મેનેજર શ્રી નરેન્દ્રસિંહ પરમાર, એડવાઈઝર શ્રી વાય.એ. બલોચ સહિત વડી કચેરીના તમામ હેડઓફ ધી ડિપાર્ટમેન્ટ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતાં. આ ઉપરાંત શ્રી દિલીપ સંઘાણીજીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ, રાજકોટ, અમરેલી, મહેસાણા, ઊંઝા, કલોલ, કાંકરિયા, નારોલ સહિત ૧૧ યુનિટો અને સંસ્થાના ૯ર જેટલા ખાતર ડેપો પર પ૦૦૦ જેટલા રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh