Advertisement
Author: નોબત સમાચાર

રશિયા સાથે મળીને ઈરાન સ્થાપશે આઠ પરમાણુ પ્લાન્ટઃ અમેરિકા સામે મોરચો

ટ્રમ્પ-પુતિન વચ્ચે સુધરી રહેલા સંબંધો ફરી બગડશે?

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૦: રશિયા અને ઈરાન સાથે મળીને ઈરાનમાં આઠ પરમાણુ પ્લાન્ટ સ્થાપશે, તેવી જાહેરાત થયા પછી અમેરિકા-રશિયા વચ્ચેની ખટાશ ફરીથી વધશે તેવા સંકેતો મળી રહ્યા છે.

ઈરાનના પરમાણુ ચીફએ જાહેરાત કરી છે કે રશિયા બન્ને દેશો વચ્ચે પહેલાથી જ થયેલા કરાર હેઠળ ઈરાનમાં આઠ પરમાણુ પાવર પ્લાન્ટ બનાવશે.

સમાચાર એજન્સી 'ઝિન્હુઆ' અનુસાર સોમવારે ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના સભ્યોએ તેહરાનમાં એઈઓઆઈ મુખ્યાલયની મુલાકાત લીધી. અહીં ઈરાના પરમાણુ ઊર્જા સંગઠનના પ્રમુખ મોહમ્મદ ઈસ્લામીએ આ વિશે માહિતી આપી. આ અંગે મોહમ્મદ ઈસ્લામીએ જણાવ્યું કે, 'કુલ ૮ પરમાણુ રિએક્ટરમાંથી ચાર દક્ષિણ પ્રાંત બુશેહરમાં બનાવવામાં આવશે'. મોહમ્મદ ઈસ્લામીએ સાંસદોને હાલના બુશેહર પરમાણુ પાવર પ્લાન્ટમાં યુનિટ-ર અને યુનિટ-૩ ના ચાલી રહેલા બાંધકામ વિશે માહિતી આપી હતી. આ યુનિટ ઈરાની કંપનીઓ દ્વારા બનાવવામં આવી રહી છે.

પત્રકારો સાથે વાત કરતા ઈસ્લામીએ જણાવ્યું હતું કે, 'એઈઓઆઈ દેશની વ્યાપક ઊર્જા વિકાસ વ્યૂહરચનાના ભાગ રૂપે ઈરાનની પરમાણુ ઊર્જા ઉત્પાદન ક્ષમતામાં ત્રણગણો વધારો કરવાની યોજના ધરાવે છે.'

ઉલ્લેખનિય છે કે, બુશેહર પ્લાન્ટનું નિર્માણ મે ર૦૧૧ માં રશિયા દ્વારા કરવામાં આવ્યું હતું. જે ઈરાનની પ્રથમ અને એકમાત્ર કાર્યરત પરમાણુ ઊર્જા સુવિધા છે. તે દેશના નાગરિક પરમાણુ ઊર્જા કાર્યક્રમનું કેન્દ્ર રહ્યું છે, તેમજ લાંબા સમયથી રશિયાની રાજ્ય પરમાણુ એજન્સી રોસાટોમનું ભાગીદાર પણ રહ્યું છે. એપ્રિલમાં ઈરાનના પેટ્રોલિયમ મંત્રી મોહસેન પંકનેજાદે કહ્યું હતું કે, રશિયા ઈરાનને નવો પરમાણુ પ્લાન્ટ બનાવવા માટે પૈસા આપશે.

પંકનેજાદે કહ્યું હતું કે, બન્ને દેશો મોસ્કોની ક્રેડિટ લાઈનનો ઉપયોગ કરીને નવી પરમાણુ ઊર્જા સુવિધાઓના નિર્માણ સાથે બુશેહર પાવર પ્લાન્ટના બીજા અને ત્રીજા તબક્કાનું કામ પૂર્ણ કરશે. આઠ પરમાણુ પ્લાન્ટની સ્થાપનાની જાહેરાત કરીને રશિયા અને ઈરાને અમેરિકા સામે મોરચો માંડ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh