Advertisement
Author: નોબત સમાચાર

પોરબંદરની યુવતીના જીવલેણ ચામડીના રોગની સફળ સારવાર

જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪ઃ જામનગરની જી.જી.જી. હોસ્પિટલ ના સ્કિન વિભાગે તાજેતરમાં એક અત્યંત ગંભીર અને જીવલેણ ચામડીના રોગનો સફળ ઈલાજ કરીને તબીબી ક્ષેત્રે મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

અત્રેના સ્કીન વિભાગમાં કોસ્મેટિક બીમારી સિવાય પણ ઘણા જીવલેણ સાબિત થઈ શકે એવા રોગોથી પીડાતા દર્દીઓ પણ આવતા હોઈ છે. જેમ કે પેમ્ફિગસ વલ્ગેરિસ, એરીથ્રોડરમાં, ડ્રગ રિએક્શનના લીધે ઇમર્જન્સિ સર્જાય શકે છે.

પોરબંદરની ૨૦ વર્ષની એક યુવતી સ્ટીવન જ્હોનસન સિન્ડ્રોમથી પીડાતી સ્થિતિમાં દાખલ થઈ હતી. જે ગંભીર ટોક્સિક એપિડર્મલ નેક્રોલાયસિસ નામની બીમારી માં રૃપાંતરિત થઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ દુર્લભ પરંતુ જીવલેણ સ્થિતિનું કારણ કાર્બામાઝેપીને નામ ની દવા હતી, જે ઘણી વખત ગંભીર એલજીર્ક પ્રતિક્રિયા રૃપે ચામડી ઉપર ખૂબજ ગંભીર અસર દર્શાવી શકે છે.

ટોક્સિક એપિડર્મલ નેક્રોલાયસિસ માં ત્વચાનું ઉપરનું સ્તર  છૂટુ પડી જાય છે અને ગંભીર દાઝવા જેવી સ્થિતિ સર્જાઈ જાય છે. ત્વચાનું રક્ષાત્મક આવરણ દૂર થવા થી અનેક જીવલેણ પરિસ્થિતિ ઊભી થાય છે, જેમ સૌથી ગંભીર પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ, જેનાથી ડિહાઇડ્રેશન થાય છે, અને સેપ્ટિસેમિયા એટલે કે લોહીનું ઝેરી  ચેપ થાઇ છે, જે મૃત્યુ નું સામાન્ય કારણ છે. આ ઉપરાંત મોં, ગળું, આંખો અને શ્વાસનળીના મ્યુકસમેમ્બ્રેમાં ફોડલા થવા થી શ્વાસ લેવામાં તકલીફ અને આંખની દૃષ્ટિ પર કાયમી અસર આવી શકે છે.

જામનગર ની જી.જી.જી. હોસ્પિટલના સ્કિન વિભાગ ના ના પ્રોફેસર અને વડા ડો. દેવલ એન. વોરા  અને તેમની ટીમ દ્વારા યુવતીની તરત જ આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે સારવાર શરૃ કરવામાં આવી હતી. દર્દીને સહાયક પ્રોફેસર ડો.કાજોમી શિંગાળા, સિનિયર રેસિડેન્ટસ અને જુનિયર રેસિડેન્ટસ ડોક્ટરો એ દિવસ રાત મહેનત કરીને હાઇ ડોસ ઇન્ટ્રાવિનસ ઇમ્યુનોગ્લોબુમિન, કેપ્સ્યુલ સાયક્લોસ્પોરિન, હાયર એન્ટીબાયોટિક્સ જેવી મોંઘી દવાઓ સહિત અન્ય સહાયક દવાઓ, પ્રવાહી ઉપચાર, રેગ્યુલર ડ્રેસિંગ અને ડો. દેવલ એન. વોરાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.

લગભગ ૨૦ દિવસની સતત અને સંયુક્ત સારવાર પછી દર્દીની સ્થિતિમાં સુધારો નોંધાયો અને હાલ તે હોસ્પિટલ થી રજા મળતા કોઈ પણ ગંભીર જટિલતા વગર સામાન્ય જીવન તરફ પાછી ફરે છે. આ સફળ સારવાર માટે હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટ  અને મેડિકલ કોલેજના ડીનના સહયોગ દ્વારા તાત્કાલિક આઈવીઆઈજી ઉપલબ્ધ કરાવી આપવામાં આવ્યા હતા. જેના થી આ સારવાર સફળ થઈ હતી. ઉપરાંત આ ઘટનાથી તબીબોની કુશળતા અને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ મળી રહૃાું છે. સાથે જ, આ ઘટના દવાઓનું યોગ્ય માર્ગદર્શન વગર સેવન ન કરવા અને કોઈપણ અસામાન્ય લક્ષણો દેખાય તો તબીબી સલાહ લેવાની મહત્ત્વતા પર પ્રકાશ પાડે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh