Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામાપક્ષે પણ હુમલાની વળતી ફરિયાદ કરીઃ સાત સામે ગુન્હોઃ સામસામા પથ્થરમારાથી તંગદિલીઃ
જામનગર તા. ૪ઃ જામનગરના બેડીમાં રહેતા એક યુવાને પ્રેમલગ્ન કર્યા પછી ઉશ્કેરાયેલા યુવતીના પરિવારજનોએ ગઈકાલે સાંજે યુવકના પરિવાર પર હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. સામા પક્ષે પણ ચાર શખ્સ સામે હુમલો કર્યાની વળતી ફરિયાદ નોંધાવી છે. બંને પક્ષ વચ્ચે મારામારી પછી પથ્થરમારો થયો હતો. આ બનાવ ત્યાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કંડારાયા પછી વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. પોલીસે મામલો વધુ ન બિચકે તે માટે આ વિસ્તારમાં મોડીરાત્રે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. બે ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
જામનગરના બેડી વિસ્તારમાં આવેલા ઈદ મસ્જિદ રોડ પર વસવાટ કરતા અસલમ અબ્દુલભાઈ ઘુમરા નામના યુવાનના ભાઈ સમીરે થોડા સમય પહેલાં બેડીમાં જ વસવાટ કરતા એક પરિવારની પુત્રી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારથી આ પરિવાર અસલમના પરિવાર પર ગિન્નાયેલો હતો.
તે દરમિયાન ગઈકાલે સાંજે સાડા સાતેક વાગ્યે અસલમભાઈ પોતાના ઘરે હતા ત્યારે મુસ્તાક હારૃન માણેક, કરાર આદમ માણેક, અહેમદ હારૃન માણેક નામના ત્રણ શખ્સ ધસી આવ્યા હતા. તેઓએ ઘર પાસે જઈ અસલમભાઈ તથા અન્ય વ્યક્તિઓ પર ઢીકાપાટુથી હુમલો કરી ગાળો ભાંડી હતી. તેવી ફરિયાદ મોડીરાત્રે સિટી બી ડિવિઝનમાં અસલમભાઈએ કરી છે.
તે ફરિયાદની સામે બેડી શેરરઝા ચોકમાં રહેતા આમદભાઈ કાદરભાઈ માણેકે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે તેનો પુત્ર સાદાબ બાઈક પર આવતો હતો ત્યારે તેના કાકા કરારભાઈ સાથે ઈદ મસ્જિદ રોડ પર કાસમ ખત્રી, સલીમ ખત્રી, સલમાન ખત્રી, અસલમ ખત્રી નામના ચાર શખ્સ ઝઘડો કરી રહ્યા હતા. તે દૃશ્ય નિહાળી સાદાબ વચ્ચે પડતા ઉશ્કેરાયેલા ચારેય શખ્સોએ ગાળો ભાંડી ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યાે હતો. જેમાં સાદાબને ઈજા થતાં તેને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે બંને ફરિયાદ પરથી કુલ સાત શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.
ઉપરોક્ત બનાવ વેળાએ ત્યાં મુકવામાં આવેલા એક સીસીટીવી કેમેરામાં આ બનાવ કચકડે કંડારાયો છે. ઈજાગ્રસ્ત સાદાબ તેમજ અસલમભાઈ વગેરેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંને પક્ષ વચ્ચે માથાકૂટ પછી સામસામો પથ્થરમારો પણ થયો હતો. બનાવની જાણ થતાં પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી પોલીસ ટીમ બનાવના સ્થળે ધસી ગઈ હતી. પોલીસે મામલો વધુ ઉગ્ર ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ બનાવના સીસીટીવી ફૂટેજનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial