Advertisement
Author: નોબત સમાચાર

ડોલર સામે રૂપિયો ૯૧ ભણી... આજે શરૂઆતી કારોબારમાં જ રૂપિયો રર પૈસા તૂટ્યો

ગઈકાલે પ્રતિડોલર રૃા. ૯૦.૧૯ પછી આજે વધુ ધોવાણ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૪ઃ ડોલર સામે રૃપિયાનું સતત ધોવાણ થઈ રહ્યું છે. ભારતીય કરન્સી ૯૦.૪૧ ની નવી ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચી હોવાથી પ્રતીડોલર રૃા. ૯૧ ની સપાટી તરફ રૃપિયો પછડાઈ રહેલો જણાય છે.

ભારતીય રૃપિયાએ આજે ટ્રેડીંગની શરૃઆત અત્યંત નબળાઈ સાથે કરી છે અને ડોલર સામે ફરી એકવાર નવું રેકોર્ડ નીચલું સ્તર સ્પર્શ્યુ છે. ગઈકાલના બંધ સ્તર રૃા. ૯૦.૧૯ પ્રતિડોલરની સરખામણીએ આજે સ્થાનિક ચલણ રૃા. ૯૦.૪૧ પ્રતિડોલર પર ખુલ્યું. એટલે કે શરૃઆતી કારોબારમાં જ રૃપિયો રર પૈસા તૂટ્યો. આ તીવ્ર ઘટાડો સુચવે છે કે વિદેશી બજારોનું દબાણ, મજબૂત ડોલર અને વૈશ્વિક અનિશ્ચિતતા રૃપિયા પર ભારે પડી રહી છે.

રૃપિયા પર છેલ્લા ઘણાં દિવસોથી સતત દબાણ જોવા મળી રહ્યું છે. નિષ્ણાતોના મતે આ ઘટાડા માટે નીચેના પરિબળો જવાબદાર છે. ડોલર ઈન્ડેક્સમાં સતત મજબૂતી જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારોમાંથી સતત પૈસા પાછા ખેંચવામાં આવી રહ્યા છે. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવો ભારતનું આયાત બીલ વધારી રહ્યા છે, જેાનાથી રૃપિયા પર દબાણ આવે છે. વૈશ્વિક બજારમાં રહેલી અનિશ્ચિતતા પણ રૃપિયાને નબળો પાડી રહી છે.

યુએસના આર્થિક ડેટા અને ફેડ દ્વારા વ્યાજ દરો વધારવાની વધતી અપેક્ષાઓ ડોલરને વધુ મજબૂત બનાવી રહી છે, જ્યારે ડોલર મજબૂત થાય છે, ત્યારે મોટાભાગની ઉભરતી બજારની કરન્સી (ઈએમ કરન્સી) નબળી પડે છે, અને આ જ ચક્રમાં રૃપિયો પણ દબાણ હેઠળ છે.

બજાર નિષ્ણાતો માને છે કે જો વિદેશી રોકાણકારો સ્થાનિક ઈક્વિટી અને ડેટ માર્કેટમાંથી પૈસા કાઢવાનું ચાલુ રાખશે, અને જો કાચા તેલની કિંમતો વધુ ચઢશે તો રૃપિયો નબળો જ રહેશે. આગામી દિવસોમાં રૃપિયો ૯૧ નું સ્તર પણ સ્પર્શી શકે છે.

આ કારણે ઈલેક્ટ્રોનિક્સ, મોબાઈલ, કેમેરા, દવાઓ અને સોના જેવી આયાતી વસ્તુઓ મોંઘી થશે. વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી અને ખર્ચમાં વધારો થશે. વિદેશ પ્રવાસ મોંઘો બનશે.

જો કે નિકાસકારો માટે આ એક પ્રકારનો ફાયદો છે, કારણ કે તેમને ડોલરની સામે વધુ રૃપિયા મળે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સામાન્ય રીતે રૃપિયામાં તિવ્ર ઉતાર-ચઢાવને રોકાવા માટે હસ્તક્ષેપ કરે છે. પરંતુ આજની નબળાઈ સૂચવે છે કે બજારમાં દબાણ ઘણું વધારે છે.

નિષ્ણાતો માને છે કે આરબીઆઈ જરૃર પડ્યે સ્પોટ અને ફોરવર્ડ માર્કેટમાં દખલગીરી કરીને ઘટાડાને મર્યાદિત કરવાનો પ્રયાસ કરી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh