Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના લાલવાડી વિસ્તારમાં આજથી
જામનગર તા. ૪ઃ શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિર દ્વારા શ્રી દેવી ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન તા. ૪/૧ર થી તા. ૧ર/૧ર સુધી શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિર, શ્રી મુંડિયા સ્વામી આશ્રમ અન્નપૂર્ણા મંદિર, લાલવાડી, જામનગરમાં કરવામાં આવ્યું છે. કથા વક્તા મહંત શ્રી ભક્તિગીરી માતાજી (દામનગર) વ્યાસાસને બિરાજીને દરરોજ સવારે ૯ થી ૧ અને બપોરે ૩ થી સાંજના છ વાગ્યા દરમિયાન કથાનું રસપાન કરાવશે.
તા. ૪ ના બપોરે ૩ વાગ્યે કથા પ્રારંભ, તા. ૮ ના સાંજે પ વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ, તા. ૯ ના સાંજે ૪ વાગ્યે શ્રી જગદંબા પ્રાગટ્ય, સાંજે પ વાગ્યે અસુર સંહાર, તા. ૧૦ ના સાંજે પ વાગ્યે શિવ વિવાહ, તા. ૧૧ ના સાંજે પ વાગ્યે તુલસી વિવાહ, અને તા. ૧ર ના સાંજે પ વાગ્યે કથા વિરામ લેશે. તા. ૧૪ ના રવિવારે સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધી યોજાનારા મહાપ્રસાદના દાતાશ્રી વિપુલભાઈ વલ્લભભાઈ આદ્રોજા અને સ્વેતાબેન વિપુભાઈ આદ્રોજા-મોરબી (લાલપુર) છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial