Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળિયા તા. ૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત્ વખતે અબજોની મગફળી ખરીદીમાં માત્ર ચાર જ કેન્દ્રો ટેકાના ભાવે મગફળી ખરીદીના હતાં, જે પછી ટેકાના ભાવના ખરીદ કેન્દ્રોમાં ખૂબ મોટો 'લાભ' થતો હોવાની વાતથી આ વખતે શરૃઆતમાં જ કેન્દ્રો શરૃ કરવા મંડળીઓ સાથે રાજકીય આગેવાનો દોટ મૂકતા શરૃઅતમાં જ ગત્ વખતની ડબલથી વધુ ૧૦ કેન્દ્રો શરૃ થયા હતાં જે પછી પણ સતત કેન્દ્રોમાં વધારો થતો જતો હતો તથા ૧૪ કેન્દ્રો થઈ ગયા હતાં.
આ કેન્દ્રો દ્વારા નિયમ મુજબ કાર્યવાહીના જાતી હોય તથા કેટલીક મંડળીઓ ક્ષમતા વગરની કે ઓછી ક્ષમતાવાળી હોય, ઓછા ટર્નઓવરવાળી, ઓછા ટ્રક તથા માલનો વગરની હોય તાજેતરમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની ચેકીંગ ટૂકડીઓ દ્વારા કલ્યાણપુરનું એક ખરીદી કેન્દ્ર કાયમી બંધ કરવામાં આવ્યું હતું. જે પછી ભાણવડનું બે નંબરનું કેન્દ્ર પણ નિયમોના પાલન ન થતા હાલ પુરતું બંધ કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના તંત્ર દ્વારા મંડળીઓને ટેકાના ભાવે વેંચવા માટે ૧૦૦૦/ર૦૦૦ ખેડૂતોનું લિસ્ટ આપીને તે પછી સારી કામગીરી ઝડપી થાય તો વધુ ખેડૂતો ફાળવાય છે. આ ઉપરાંત આ વર્ષે માવઠાને કારણે મગફળીને નુક્સાન થયું હોય, મગફળી નબળી ના આવે તે માટે માલ આવે ત્યાં વાહનોમાં ભરાય અને ગોડાઉન સુધી પહોંચે ત્યાં એનું સતત ચેકીંગ પણ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial