Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં સીમકાર્ડ લે-વેંંચ અંગે જાહેરનામું

રાષ્ટ્ર વિરોધી કે ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૪ઃ જિલ્લામાં ગુનાહિત માનસ ધરાવતા ઇસમોને બોગસ દસ્તાવેજ રજુ કરી સીમકાર્ડની ખરીદી કરી તેના ઉપયોગથી રાષ્ટ્ર વિરોધી કે ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અને જાહેર સલામતી માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને સીમ સર્વિસ પ્રોવાઈડર અને ડિસ્ટ્રીબ્યુટર માટે કેટલાક આદેશો કરવામાં આવ્યાં છે.

જિલ્લાના મોબાઇલ ફોનના સીમકાર્ડના તમામ વિક્રેતાઓએ સીમકાર્ડના વેચાણ સમયે ખરિદનાર વ્યકિતનું નામ, સરનામુ, ફોટો, ઓળખકાર્ડની નકલ રહેઠાણના પુરાવાઓની નકલ, ખરીદનારના કલર ફોટાની બરોબર ચકાસણી કરવાની રહેશે. ફોર્મમાં સુવાચ્ય અક્ષરે તેનું પૂરૃ નામ લખવાનું રહેશે. ખરીદી કરનારનો ફોટો ઓળખ તથા રહેણાકની વિગતો જળવાઇ રહે તે માટેનું વિગતવારનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમની નવા સીમકાર્ડ આપવા સબંધિત સુચનાઓનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. મોબાઇલ ઓપરેટરો/ સીમકાર્ડ વિક્રેતાઓએ  આધારો ફોટોગ્રાફસનું ટેલીફોનિક વેરીફીકેશનની સાથે કસ્ટમર એકવીઝીશન ફોર્મમાં સ્થળ ખરાઇ તેમજ સહી કર્યા બાદ જ સીમકાર્ડ એકટીવેટ કરવાનું રહેશે.

ટેલિફોન બુથ ધારકોએ ફોન કરનારની ઓળખની ચકાસણી કરી ત્યારબાદ ફોન કરનારને ફોન કરવા દેવો તથા ફોન નંબર, ફોન કરનાર વ્યકિતના નામ, સરનામાની માહિતી જળવાઇ રહે તે રીતેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે અને તેને સુરક્ષીત રીતે એક વર્ષ સુધી રાખવાનું રહેશે.

તારીખ, સર્વિસ પ્રોવાઇડરનું નામ, ઇસ્યુ કરવામાં આવેલ મોબાઇલ નંબર,  નંબર ધારકનું નામ, સરનામું, આધાર નંબર, કેવાયસી પ્રકાર, મોબાઇલ નંબર ઇસ્યુ ડેટ, અલ્ટરનેટ  નંબર, પીઓએસ નામ, પીઓએસ મોબાઇલ નંબર, શોપનું નામ, વિગત કોલમ સાથેના રજીસ્ટરો બનાવી મોબાઇલ દુકાનદાર/સંચાલકે નજીકના પોલીસ સ્ટેશનમાં પેજ નંબરો ઉપર સ્ટેમ્પિંગ કરાવવાનું રહેશે. રજીસ્ટરો જરૃર પડ્યે પોલીસ અધિકારી સમક્ષ રજુ કરવાના રહેશે, ગ્રાહક દ્વારા આપવામાં આવતી માહિતીની ગુપ્તતા જાળવવાની જવાબદારી મોબાઇલ દુકાનદાર/સંચાલકની રહેશે. આ જાહેરનામું તા.૨૪/૦૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh