Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે સાંજે ૬ થી ૭ વાગ્યે દિલ્હી પહોંચશેઃ પીએમ મોદી આપશે પ્રાઈવેટ ડિનરઃ આવતીકાલે સવારે રાજઘાટ પર મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિઃ શ્રેણીબદ્ધ કાર્યક્રમો
નવી દિલ્હી તા. ૪ઃ રશિયાના રાષ્ટ્રપતિ આજથી બે દિવસીય ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ભારતમાં ૨૮ કલાક જેટલુ રોકાશે. જેથી ભારત-રશિયા વચ્ચેના સંબંધનો નવો અધ્યાય સ્થપાશેઃ પુતિનના આગમન પછી પીએમ મોદી પ્રાઈવેટ ડિનર આપશે. તેઓ ભારતની મુલાકાત દરમિયાન ૨૩માં દ્વિપક્ષીય શિખર સંમેલનમાં ભાગ લેશે. બંને દેશોના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે બેઠક યોજાશે. અને સંરક્ષણ ભાગીદારી સહિત ૯ મહત્ત્વના કરારો થશે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારીની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે બે દિવસીય મુલાકાત માટે ભારત આવી રહૃાા છે. ૨૦૦૦ પછી પુતિનની આ ૧૧મી ભારત મુલાકાત હશે અને ડિસેમ્બરમાં તેમની છઠ્ઠી મુલાકાત હશે. પુતિનની આ મુલાકાત ૨૩મી દ્વિપક્ષીય શિખર સંમેલનનો ભાગ હશે, જેના પરિણામે સંરક્ષણ, ઊર્જા, વેપાર અને અવકાશ જેવા ક્ષેત્રોમાં મોટા કરાર થવાની અપેક્ષા છે.
રશિયન ડુમાએ ભારત સાથે પહેલાથી જ ઘણાં લશ્કરી સહયોગ કરારોને મંજૂરી આપી દીધી છે, જે આ મુલાકાતને વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે.
પુતિનના કાર્યક્રમ અંગે ઉપલબ્ધ થતી માહિતી મુજબ તેઓ ૪ ડિસેમ્બરના સાંજે ૬-૭ વાગ્યાની આસપાસ નવી દિલ્હી પહોંચશે, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના સન્માનમાં ૭, લોક કલ્યાણ માર્ગમાં ખાનગી રાત્રિભોજનનું આયોજન કરશે. બીજા દિવસે સવારે, ૫ ડિસેમ્બરે, રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે, તે પછી રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
તે પછી પીએમ મોદી સાથે દ્વિપક્ષીય મુલાકાત, પ્રતિનિધિમંડળ-સ્તરની વાટાઘાટો અને સંયુક્ત નિવેદન આપવામાં આવશે. સાંજે, તેઓ ભારત-રશિયા બિઝનેસ ફોરમને સંબોધિત કરશે, ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત રાજ્ય ભોજન સમારંભનું આયોજન કરવામાં આવશે.
ડિસેમ્બરમાં પુતિનની વારંવાર મુલાકાતો ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનને કારણે થાય છે, જે હંમેશા વર્ષના અંતમાં થાય છે. આ વાર્ષિક શિખર સંમેલન બંને દેશો વચ્ચેના સંબંધોની સમીક્ષા કરવા માટે એક મુખ્ય પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. વડા પ્રધાન તરીકે પુતિનની એકમાત્ર સત્તાવાર મુલાકાત માર્ચ ૨૦૧૦માં હતી.
આ શિખર બેઠકમાં અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની મોટી માત્રામાં ખરીદીને કારણે વધી રહેલી વેપાર ખાધનો મુદ્દો ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે. સાથે જ, અમેરિકન પ્રતિબંધોની ભારત દ્વારા રશિયન તેલની ખરીદી પર થતી અસર વિશે પણ ચર્ચા થશે. પુતિન યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા માટે અમેરિકાના પ્રયાસો વિશે પીએમ મોદીને માહિતગાર કરશે.
બેઠક બાદ બંને દેશો વચ્ચે ઘણા કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે, જેમાં રશિયામાં ભારતીય શ્રમિકોની અવરજવરને સરળ બનાવવા માટેનો કરાર અને સંરક્ષણ સહયોગ માટે સામાન-સામગ્રી સંબંધિત કરાર મુખ્ય છે.
આ ઉપરાંત, ફાર્મા, કૃષિ, ખાદ્ય ઉત્પાદનો અને ગ્રાહક વસ્તુઓના ક્ષેત્રોમાં રશિયામાં ભારતીય નિકાસમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. ભારત ખાતર ક્ષેત્રે પણ સહયોગ વધારવાની દિશામાં કામ કરી રહૃાું છે, કારણ કે રશિયા દર વર્ષે ભારતને ૩૦થી ૪૦ લાખ ટન ખાતર પૂરું પાડે છે. બંને પક્ષો નવી દિલ્હી દ્વારા પ્રસ્તાવિત યુરેશિયન આર્થિક સંઘ સાથે મુક્ત વેપાર કરાર પર પણ ચર્ચા કરશે, જે વહેલી તકે પૂર્ણ કરવાનું લક્ષ્ય છે, કેમ કે ભારત રશિયાની તરફેણમાં વધી રહેલા વેપાર ખાધ (જ્યાં ભારતની ખરીદી ૬૫ બિલિયન અને રશિયાની આયાત ૫ બિલિયન છે) ને લઈને ચિંતિત છે.
શિખર બેઠક પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમકક્ષ આન્દ્રે બેલોઉસોવ વચ્ચે ગુરુવારે વ્યાપક વાર્તાલાપ થશે. આ વાર્તાના મુખ્ય એજન્ડામાં એસ-૪૦૦ મિસાઇલ પ્રણાલીની ખરીદી , સુખોઈ ૩૦ ફાઇટર જેટના અપગ્રેડેશન અને અન્ય મહત્ત્વપૂર્ણ સૈન્ય સામાનની ખરીદીમાં ભારતની રુચિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
સંરક્ષણ સંબંધોને વધુ વિસ્તૃત કરવા અને સૈન્ય સામાનનો ઝડપી પુરવઠો સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ભારત રશિયા પાસેથી સપાટીથી હવામાં પ્રહાર કરતી એસ-૪૦૦ મિસાઇલ પ્રણાલીઓના વધારાના જથ્થાની ખરીદી પર વિચાર કરી રહૃાું છે, કારણ કે તે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ખૂબ અસરકારક સાબિત થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૮માં ભારતે ૫ બિલિયનના ખર્ચે એસ-૪૦૦ સિસ્ટમની પાંચ યુનિટ ખરીદવાનો કરાર કર્યો હતો, જોકે અમેરિકાએ સીએએટીએસએ(કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેંક્શન્સ એક્ટ) હેઠળ પ્રતિબંધોની ચેતવણી આપી હતી.
ભારતના વડાપ્રધાન અને રશિયન પ્રમુખ વચ્ચે વાર્ષિક શિખર બેઠક બંને દેશોના સંબંધોની સમીક્ષા માટે યોજાય છે, જેમાંથી અત્યાર સુધીમાં ૨૨ બેઠકો યોજાઈ ચૂકી છે. પુતિને છેલ્લે ૨૦૨૧માં ભારતની મુલાકાત લીધી હતી, જ્યારે પીએમ મોદી ગયા વર્ષે જુલાઈમાં મોસ્કો ગયા હતા.
હોટલ ન્યુ ચેકીંગઃ રશિયાથી શેફ આવે છે અત્યાધુનિક વિમાન
આ ઉપરાંત પુતિન જે હોટેલમાં ઉતરવાના છે તેને સેનેટાઈઝ કરવામાં આવી છે. પાંચ સ્તરના સિકયોરિટી રિંગમાં પુતિનના આગમન સાથે જ પ્રથમ સ્તર એકિટવ થઈ જશે. પુતિન જે હોટેલમાં ઉતરવાના છે તે આખી હોટેલ સેનેટાઈઝ કરવામાં આવી છે. પુતિન પોતાના ખાવામાં ઝેરની ચકાસણી માટે એક લેબની સાથે ટ્રાવેલ કરે છે. તે હોટેલ સ્ટાફનો ઉપયોગ કરતાં નથી. તેના પોતાના શેફ અને હાઉસકીપિંગ રશિયાથી આવે છે. એક એડવાન્સ્ડ સિકયોસિટી ટીમ મહિના પહેલાં જ હોટેલની ચકાસણી કરે છે. પુતિન ઈલ્યુશિન આઈએલ-૯૬-૩૦૦ પીયુમાં પ્રવાસ કરે છે. આ પ્લેનમાં એડવાન્સ્ડ કમ્યુનિકેશન, મિસાઈલ પ્રોટેકશન, મીટિંગ રૃમ, જિમ તથા મેડિકલ સગવડ છે. તેમા ઈમરજન્સી ન્યુકિલયર કમાન્ડ પણ છે, જે પુતિનને પ્લેન હવામાં હોય તો પણ હુમલો કરવાની મંજૂરી આપે છે. આ પ્લેન રોકાયા વગર ૧૧૦૦૦ કલાક સુધી ઉડી શકે છે. તેમાં ૨૬૨ લોકોને બેસવાની ક્ષમતા છે.
પાંચ સ્તરિય સુરક્ષાઃ કંટ્રોલરૃમ દ્વારા બાજ નજર
પુતિનની મુલાકાતને લઈને ભારતમાં પાંચ સ્તરનો સુરક્ષા ઘેરો તૈયાર કરવામાં આવ્યો છે. પુતિનની સલામતી માટે રશિયાના ચાર ડઝનથી વધુ ટોપ સિકયોરિટી ઓફિસર પહેલા જ દિલ્હી પહોંચી ગયા છે. રશિયાની પ્રેસિડેન્સિયલ સિકયોરિટી સર્વિસના હાઈ ટ્રેન્ડ ઓફિસર, ભારતના નેશનલ સિકયોરિટી ગાર્ડના ટોચના કમાન્ડો, સ્નાઈપર્સ, ડ્રોન, જેમર અને એઆઈ મોનિટરિંગ આ પાંચ સ્તરના સુરક્ષા ઘેરામાં સ્થાન પામે છે. દિલ્હી પોલીસ અને એનએસજીના અધિકારીઓની સાથે મળીને આ અધિકારી રશિયન પ્રમુખનો કાફલો જે રસ્તે પસાર થવાનો છે તે દરેક રસ્તાને સેનિટાઈઝ કરી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને ડ્રોન સુનિશ્ચિત કરશે કે રાષ્ટ્રપતિની સલામતી માટે બનાવવામાં આવેલા કંટ્રોલરૃમની નજર દરેક સમયે તેમના કાફલો પર રહે. એઆઈ મોનિટરિંગ અને ફેસિયલ રેકગ્નિશન કેમેરા પુતિનની સિકયોરિટી માટે મોટાપાયા પર ગોઠવેલા હાઈટેક કેમેરાના કેટલાક ઈકિવપમેન્ટ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial