Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સીસી ટીવી કેમેરા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

આતંકવાદી અને રાષ્ટ્રવિરોધી કે ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠોધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. આંતકવાદી અને રાષ્ટ્ર વિરોધી કે ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા અને ગુનેગારોની ઓળખ સહેલાઈથી થઈ શકે તે માટે જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા સી.સી. ટી.વી. કેમેરા લગાવવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જે મુજબ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના પેટ્રોલપંપ, ટોલ પ્લાઝા, બેંક, એ.ટી.એમ. સેન્ટર, ખાનગી ફાઈનાન્સરો, શ્રોફ, આંગડિયા પેઢીઓ, સોના-ચાંદીના શો-રૃમ, હોટલ, ગેસ્ટહાઉસ, રેસ્ટોરન્ટ તથા શોપીંગ મોલ, થિયેટર વિગેરે તમામ મહત્ત્વના સ્થળોએ નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશનવાળા તેમજ ૧પ દિવસની રેકોર્ડિંગની ક્ષમતા ધરાવતા સી.સી. ટી.વી. કેમેરા સેટઅપ રાખવાના રહેશે. નવા શરૃ થતા એકમોએ ઉપરોક્ત વ્યવસ્થા કર્યા પછી જ ધંધો-વ્યવસાય શરૃ કરવાનો રહેશે. લોકો વાહનોના પ્રવેશની જગ્યા ઉપરાંત અંદરની પણ તમામ જગ્યા આવરી લે એવા યોગ્ય રેન્જના સારી ગુણવત્તાવાળા સી.સી. ટી.વી. કેમેરા ગોઠવવાના રહેશે, તેમજ ર૪ કલાક કેમેરા ચાલુ રાખવાના રહેશે. રેકોર્ડીંગ ડેટા ઓછામાં ઓછા ૧પ દિવસનો સાચવવાનો રહેશે અને પોલીસ અધિકારી તપાસ હેતુ માટે માગણી કર્યે આપવાનો રહેશે.

આ જાહેરનામું સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ર૪-૧-ર૦ર૬ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh