Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્ર સરકારે સસ્પેકટ રજિસ્ટ્રીની મદદથી ઠગોને ઓળખી કાઢીને રૃપિયા ૭૧૩૦ કરોડ બચાવ્યા

સાંસદ પરિમલભાઈ નથવાણીનો સવાલઃ સરકારનો જવાબ

                                                                                                                                                                                                      

જામનગર તા.૪ઃ સાઈબર ક્રાઈમના ૨૩.૦૨ લાખ ફરિયાદીઓના અત્યાર સુધીમાં રૃા. ૭,૧૩૦ કરોડ ઠગાતા સસ્પેકટ રજિસ્ટ્રી વડે બચાવાયા છે. ભારત સરકારે સસ્પેકટ રજિસ્ટ્રીની મદદથી સાઈબર ગુનેગારોના ૨૪.૬૭ લાખ લેયર ૧ મ્યુલ એકાઉન્ટ્સ ઓળખી કાઢયા છે અને રૃા. ૮૦૩૧ કરોડના ટ્રાન્ઝેકશન ડિકલાઈન કર્યા છે. આ માહિતી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના ભારતમાં વધેલી સાઈબર ક્રાઈમની ઘટનાઓ સામે લેવાયેલા પગલાં અંગેના પ્રશ્નનો ગૃહ રાજ્યમંત્રીએ આપી છે.

નાણાકીય છેતરપિંડીના ત્વરિત રિપોર્ટિંગ અને ઠગો દ્વારા ફંડને સગેવગે કરતા અટકાવવા માટે આઈફોરસી હેઠળ 'સિટીઝન ફાઈનાન્સિયલ સાઈબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ'ને વર્ષ ૨૦૨૧માં લોંચ કરાઈ હતી. અત્યારસુધીમાં, ૨૩.૦૨ લાખથી વધુ ફરિયાદોમાં રૃ. ૭,૧૩૦ કરોડથી વધુની નાણાકીય રકમ બચાવી શકાઈ છે. ઓનલાઈન સાઈબર ફરિયાદ નોંધાવવામાં મદદરૃપ થવા ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર '૧૯૩૦' શરૃ કરાયો છે. ગૃહ મંત્રાલયે દેશમાં તમામ પ્રકારના સાઈબર ગુનાઓનો સંકલિત અને સર્વગ્રાહી રીતે સામનો કરવા એક એટેચ ઓફિસ તરીકે 'ઈન્ડિયન સાઈબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર'ની રચના કરી છે. રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીને આ માહિતી ગૃહ રાજ્યમંત્રી શ્રી બંદી સંજયકુમારે આપી હતી.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બેંકો/ નાણાકીય સંસ્થાઓના સહયોગથી ૧૦.૦૯.૨૦૨૪ના રોજ  આઈફોરસી દ્વારા સાઈબર ગુનેગારોની ઓળખકર્તા શકમંદોની રજિસ્ટ્રી લોંચ કરાઈ છે. અત્યાર સુધીમાં, બેંકો પાસેથી ૧૮.૪૩ લાખથી વધુ શકમંદોના ઓળખકર્તા ડેટા પ્રાપ્ત થયા છે અને ૨૪.૬૭ લાખ લેયર ૧ મ્યુલ એકાઉન્ટ્સની વિગતોની શકમંદોની રજિસ્ટ્રીની સહભાગી સંસ્થાઓ સાથે વહેંચણી કરાઈ છે અને રૃ. ૮૦૩૧.૫૬ કરોડના ટ્રાન્ઝેક્શન્સ નકારી કઢાયા છે.

સાઈબર ક્રાઇમ તપાસ, ફોરેન્સિક્સ, પ્રોસિક્યુશન વગેરેના મહત્ત્વપૂર્ણ પાસા પર ઓનલાઈન કોર્સ દ્વારા પોલીસ અધિકારીઓ/ ન્યાયિક અધિકારીઓના ક્ષમતા નિર્માણ માટે આઈફોરસી હેઠળ 'સાઈટ્રેન' નામનું મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ પ્લેટફોર્મ વિકસાવાયું છે. રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોના ૧,૪૪,૮૯૫થી વધુ પોલીસ અધિકારીઓ/ ન્યાયિક અધિકારીઓ તેમાં રજિસ્ટર્ડ થયેલા છે અને પોર્ટલ દ્વારા ૧,૧૯,૬૨૮થી વધુ પ્રમાણપત્રો જારી કરાયા છે.

આઈફોરસી ખાતે એક અત્યાધુનિક, સાઈબર ફ્રોડ મિટિગેશન સેન્ટરની સ્થાપના કરાઈ છે, જ્યાં અગ્રણી બેંકો, નાણાકીય મધ્યસ્થીઓ, પેમેન્ટ એગ્રીગેટર્સ, ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ, આઈટી ઈન્ટરમિડિયેટરીઝ અને રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોની કાયદા અમલીકરણ એજન્સીઓના પ્રતિનિધિઓ સાઈબર ગુનાખોરીનો સામનો કરવા ત્વરિત કાર્યવાહી અને સરળ સહયોગ માટે સાથે મળીને કામ કરી રહૃાા છે. અત્યારસુધીમાં, ભારત સરકારે પોલીસ અધિકારીઓના રિપોર્ટિંગના આધારે ૧૧.૧૪ લાખથી વધુ સિમ કાર્ડ અને ૨.૯૬ લાખથી વધુ  આઈએમઈઆઈને બ્લોક કરી દીધા છે.

રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશ પોલીસના તપાસ અધિકારીઓને પ્રારંભિક તબક્કાની સાઈબર ફોરેન્સિક તાલીમ સહાયતા પૂરી પાડવા આઈફોરસી ભાગરૃપે, નવી દિલ્હી (૧૮.૦૨.૨૦૧૯ના રોજ) અને આસામ (૨૯.૦૮.૨૦૨૫ના રોજ) માં અત્યાધુનિક 'નેશનલ સાઈબર ફોરેન્સિક લેબોરેટરી (ઈન્વેસ્ટિગેશન્સ)'ની સ્થાપના કરાઈ છે. અત્યારસુધીમાં, દિલ્હીની નેશનલ સાઈબર ફોરેન્સિક્સ લેબોરેટરી (ઈન્વેસ્ટિગેશન્સ) એ સાઈબર ગુનાખોરી સંબંધિત લગભગ ૧૨,૯૫૨ કેસમાં રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોની એલઈએને પોતાની સેવાઓ પૂરી પાડી છે.

એલઈએએસ દ્વારા સાઈબર ક્રાઇમ ડેટા શેરિંગ અને વિશ્લેષણ કરી શકાય તે માટે મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ પ્લેટફોર્મ, ડેટા રિપોઝીટરી અને કોઓર્ડિનેશન પ્લેટફોર્મ તરીકે સેવા પૂરી પાડવા સમન્વય પ્લેટફોર્મને કાર્યરત કરાયું છે. તે વિવિધ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાઈબર ક્રાઇમ ફરિયાદોમાં સંડોવાયેલા ગુનેગારોના તેમજ વિશ્લેષણ આધારિત આંતરરાજ્ય કડીઓ પૂરી પાડે છે. ન્યાયક્ષેત્રીય અધિકારીઓને વિઝિબિલિટી પૂરી પાડવા નકશા પર ગુનેગારો તેમજ ગુનાખોરીના માળખા સંબંધિત લોકેશન્સને 'પ્રતિબિમ્બ' મોડ્યુલ પ્રાપ્ત કરશે. આ મોડ્યુલ કાયદા અમલીકરણ એજન્સીને આઈફોરસી તથા અન્ય એસએમઈ પાસેથી ટેક્નો-લીગલ સહાયતા માગવા અને પ્રાપ્ત કરવાની સુલભતા પ્રદાન કરે છે. તેના કારણે ૧૬,૮૪૦ આરોપીની ધરપકડ કરાઈ છે અને ૧,૦૫,૧૨૯ સાઈબર તપાસ સહાયતા વિનંતી કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh