Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘોઘારી વિશા ઓશવાળ સમાજના શિહોરવાળા શાહ પરિવારના આંગણે દિવ્યોત્સવ
જામનગરમાં દિ.પ્લોટ વિસ્તારમાં રહેતા શિહોરવાળા શાહ પરિવારના જયંતિલાલ મોહનલાલ પરિવારના ૫૦ વર્ષના નાંદીશભાઈ ચંદ્રકાન્તભાઈ શાહ, તેમના પત્ની ધારીણીબેન શાહ તથા ૧૦ વર્ષના પુત્ર તિર્થ શાહ સંસાર ત્યાગ કરી દીક્ષા અંગિકાર કરી રહ્યા છે. આ એક જ પરિવારના પતિ-પત્ની અને પુત્રના દીક્ષા મહોત્સવ અંતર્ગત આજરોજ ચાંદીબજારથી વિશાળ અને ભવ્ય વર્ષીદાન શોભાયાત્રા નીકળી હતી. જેમાં જામનગર સ્થિત જૈન સંપ્રદાયના મુનિશ્રીઓ, સાધ્વીજીઓ, જૈન સમાજના આગેવાનો, ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. બેન્ડવાજા અને ભક્તિ સંગીત સાથે નૃત્યો સાથે શહેરના માર્ગો પર પરિભ્રમણ કરી આ શોભાયાત્રા જૈન બોર્ડિંગ સંકુલ પાસે સંપન્ન થઈ હતી. આવતીકાલે સવારે પોપટલાલ ધારશીભાઈ જૈન બોર્ડિંગ સંકુલમાં પ્રવિજ્યાવિધિનો પ્રારંભ થશે. સતરભેદી પૂજન બપોરે ૨ઃ૩૦ વાગ્યે થશે. જૈન આચાર્ય પૂર્ણ ચંદ્રસાગર સુરજી મ.સા., આચાર્ય અપૂર્વચંંદ્ર સાગરજી, મ.સા., આચાર્ય આગામચંદ્ર સાગર સુરીજી, મ.સા. આદિ ગુરૃજનોની પાવન નિશ્રામાં દીક્ષા અંગિકાર કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial