Advertisement
Author: નોબત સમાચાર

પશ્ચિમ રેલવે મેનેજરે રાજકોટ ડિવિઝનમાં મોરબી-જામનગર રેલવે ખંડનું કર્યું વાર્ષિક સેફટી નિરીક્ષણઃ તાગ મેળવ્યો

રાજકોટમાં ક્રિકેટ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરી ટ્રેડ યુનિયનો સાથે યોજી મુલાકાત

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૪ઃ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાએ ૩ ડિસેમ્બર ૨૦૨૫ના રાજકોટ ડિવિઝનના મોરબી-જામનગર રેલવે ખંડનું વાર્ષિક સેફટી નિરીક્ષણ કર્યું. આ દરમિયાન, તેમણે આ રેલવે ખંડમાં સેફટી અને સુરક્ષા ધોરણો, માળખાકીય વિકાસના કાર્યો, મુસાફરોની સુવિધાઓ, કર્મચારીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ અને અન્ય પ્રગતિના કાર્યોનું વિગતવાર મૂલ્યાંકન કર્યું.

જનરલ મેનેજરની સાથે વિવિધ વિભાગોના મુખ્ય વિભાગીય વડાઓ, રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના, અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહૃાા હતા.

પોતાના વાર્ષિક સેફટી નિરીક્ષણ દરમિયાન, તેમણે લેવલ ક્રોસિંગ, મહત્ત્વપૂર્ણ મોટા અને નાના પુલો, સેક્શનલ સ્પીડ ટ્રાયલ, પોઈન્ટ અને ક્રોસિંગ સહિત વિવિધ સેફટી તત્ત્વોનું ઊંડું નિરીક્ષણ કર્યું અને તેમણે મોરબી, રાજકોટ અને જામનગર સ્ટેશનો પર ઉપલબ્ધ મુસાફર સુવિધાઓનો પણ વિગતવાર તાગ મેળવ્યો.

મોરબીમાં, તેમણે રેલવે સ્ટેશન ઉપરાંત ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ બિલ્ડિંગ, રિલે રૃમ, ગાર્ડ અને ડ્રાઇવરોના રનિંગ રૃમ, કોમ્યુનિટી હોલ, ટ્રેડર્સ રૃમ, ગુડ્સ શેડ અને ઇલેક્ટ્રિફિકેશન સંબંધિત ઓવરહેડ ઇક્વિપમેન્ટ ડેપોનું નિરીક્ષણ કર્યું હતું. તે પછી રાજકોટ રેલવે સ્ટેશન ઉપરાંત લોબી,  રેલવે કોલોની અને રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડના પેવેલિયનનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે માન્યતા પ્રાપ્ત ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરી હતી.

રાજકોટ હડમતિયા ખંડ વચ્ચે ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ રન કરવામાં આવ્યો. જાળિયાદેવાણીમાં તેમણે રેલવે કોલોનીનું નિરીક્ષણ કર્યું અને હાપાજામનગર સેક્શનનું વિન્ડો ટ્રેઇલિંગ નિરીક્ષણ પણ કર્યું.

જનરલ મેનેજરે મુસાફરોની સેફટીને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવતાં સંબંધિત અધિકારીઓને ટ્રેક, સમપાર ફાટકો અને અન્ય સેફટી ધોરણોની વિગતવાર સમીક્ષા કરીને જરૃરી દિશાનિર્દેશો આપ્યા, જેથી ટ્રેન સેવાઓ વધુ સુરક્ષિત, વિશ્વસનીય અને સમયસર સંચાલિત કરી શકાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh