Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દસ ગ્રામથી ઓછા વજન માટેની મુક્તિ પાછી ખેંચી લેવાઈ
નવી દિલ્હી તા. ૪ઃ પાન મસાલાના પેકેટમાં છૂટક વેંચાણ કિંમત અને અન્ય તમામ વિગતો ફરજિયાત સ્પષ્ટપણે દર્શાવવી પડશે. પાન મસાલાની કંપનીઓએ સરકારે નિર્દેશો જાહેર કર્યા પછી તેનું પાલન કરવું જ પડશે.
પાન મસાલા બનાવતી કંપનીઓ માટે અપડેટ આવ્યું છે, જેમાં સરકારે નિર્ણય લીધો છે કે, હવે કોઈપણ સાઈઝ કે વજનના પાન મસાલાના પેકેટોમાં છૂટક વેંચાણ કિંમત અને અન્ય તમામ ફરજિયાત સ્પષ્ટપણે વિગતો દર્શાવવી જરૃરી રહેશે. ગ્રાહક બાબતોના વિભાગે પાન મસાલા કંપનીઓ માટે એક મોટો ફેરફાર અમલમાં મૂક્યો છે. હવે કોઈપણ સાઈઝ કે વજનના પાન મસાલાના પેકેટોમાં છૂટક વેંચાણ કિંમત અને અન્ય તમામ ફરજિયાત વિગતો સ્પષ્ટપણે દર્શાવવી જરૃરી રહેશે. આ નિયમમાં લીગલ મેટ્રોલોજી (પેકેટ કોમોડીટીઝ), રૃલ્સ ર૦૧૧ હેઠળ સુધારો કરાયો. જે ૧ ફેબ્રુઆરી ર૦ર૬ થી દેશભરમાં અમલમાં આવશે.
આ તારીખથી બધી નિર્માતા, પેકર્સ અને આયાતકાર તેનું પાલન કરવાનું રહેશે. આ સુધારાની નાના પેકેટો પર સૌથી વધુ અસર થશે. જુની સિસ્ટમ હેઠળ ૧૦ ગ્રામ કે તેથી ઓછા વજનના નાના પેકેટોને અમુક ઘોષણામાંથી મુક્તિ આપવામાં આવી હતી. નવી સિસ્ટમમાં આ મુક્તિ હવે પાછી ખેંચી લેવામાં આવી છે. હવે ૧૦ ગ્રામ કે તેથી ઓછા વજનના પેકેટોમાં પણ છૂટક વેંચાણ કિંમત અને તમામ ફરજિયાત ઘોષણાઓ સ્પષ્ટપણે છાપવાની રહેશે.
સરકારે નિયમ ર૬(એ) હેઠળ જુની જોગવાઈને દૂર કરીને પાન મસાલા માટે આ નવો નિયમ ઉમેરતા એક જાહેરનામું (જીએસઆર ૮૮આઈ(બી)) બહાર પાડ્યું છે. આ પગલું ગ્રાહકોને પારદર્શક ભાવ માહિતી પૂરી પાડવા માટે લેવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય નાના પેકેટ પર ગેરમાર્ગે દોરતા ભાવોને રોકવાનો છે જેનાથી ગ્રાહકો વધુ જાણકારી અને યોગ્ય નિર્ણય લઈ શકે.
બધા પેકેટ પર આરએસપી ફરજિયાત બનાવવાથી પાન મસાલા પર આરએસપી-આધારિત જીએસટી માળખાના અમલીકરણને સરળ બનશે. જેનાથી જીએસટી કાઉન્સિલના નિર્ણયોનો અસરકારક અમલ સુનિશ્ચિત થશે. તેનાથી ટેક્સ એસેસમેન્ટમાં પારદર્શિતા આવશે અને મહેસુલ વસૂલાતમાં વધારો થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial