Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી તા. ૧૩ના મેરેથોન અને તા. ૧૪ ના સાયકલોથોન

હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત ૬ કિ.મી.ની મેરેથોન અને ૧૦ તથા રપ કિ.મી.ની સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૧૩ ના ૬ કિ.મી.ની મેરેથોન યોજવામાં આવી છે. સવારે ૬-૩૦ કલાકે આ મેરેથોનને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાશે. જે ઓશવાળ ઈંગ્લીશ એકેડમી સ્કૂલ, કેમ્પસથી શરૃ થશે. ત્યાંથી ફ્લાય ઓવર બ્રિજ, ગુરુદ્વારા જંક્શન, નાગનાથ જંક્શન થઈ એ જ રૃટ ઉપર પરત ફરશે.

આ સ્પર્ધામાં વિનામૂલ્યે ભાગ લેવા અને રજિસ્ટ્રેશન માટે ક્યુઆર કોડ સ્કેન કરવાનો રહેશે. પ્રથમ પ૦૦ ઓન લાઈન નોંધણી કરાવનારને ટી-શર્ટ આપવામાં આવશે. મેરેથોન પૂર્ણ કરનાર સ્પર્ધકમાંથી લક્કી ડ્રો દ્વારા ૧૦ સ્પર્ધકને નવી સાયકલ આપવામાં આવશે. જ્યારે ૧૦ અને રપ કિ.મી.ની સાયક્લોથોનનું તા. ૧૪-૧ર-ર૦રપ ના સવારે ૬-૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ પોલીસ હેડક્વાટર્સથી થશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ક્યુઆર કોડ સ્કેન કરવાનું રહેશે.

પ્રથમ પ૦૦ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવનારને ટી-શર્ટ આપવામાં આવશે. સાયક્લોથોનની બન્ને કેટેગરી પૂર્ણ કરનાર સ્પર્ધકોમાંથી ડ્રો મારફત ર૦ સપર્ધકને સાયકલ આપવામાં આવશે. આ સાયકલોથોનનો પ્રારંભ પોલીસ હેડ ક્વાટર્સથી થયા પછી શરૃસેક્શન રોડ, ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજ, હાલાર સોલ્ટ વર્કસથી પોલીસ હેડ ક્વાટર્સ સુધી ૧૦ કિ.મી.ની અને પોલીસ હેડ ક્વાટર્સથી શરૃસેક્શન રોડ, ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજ, રોઝી પોર્ટ ગેઈટ, શરૃસેક્શન રોડથી પોલીસ હેડ ક્વાટર્સ સુધી રપ કિ.મી.ની રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh