Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તત્કાળ નવી સિસ્ટમ લાગુ થતા
રાજકોટ તા. ૪ઃ પશ્ચિમ રેલવે દ્વારા રેલવે બોર્ડના નિર્દેશ અનુસાર તત્કાલ બુકિંગ સિસ્ટમમાં એક મહત્ત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવામાં આવી રહ્યો છે. હવે તત્કાલ ટિકિટ માત્ર સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલા વનટાઈમ પાસવર્ડ (ઓટીપી) ના સત્યાપન બાદ જ જારી કરવામાં આવશે. આ ઓટીપી તે મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે, જે પ્રવાસી બુકિંગ સમયે આપશે. ઓટીપીનું સફળ સત્યાપન થયા બાદ જ ટિકિટ આપવામાં આવશે.
આ ઓટીપી આધારિત તત્કાલ ચકાસણી સિસ્ટમ શરૃઆતમાં ટ્રેન નં. ૧રર૬૮/૧રર૬૭ હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ પર પ-ડિસેમ્બર-ર૦રપ થી લાગુ કરવામાં આવશે. નવી સિસ્ટમ કમ્પ્યુટરરાઈઝડ પીઆરએસ કાઉન્ટરો, અધિકૃત એજન્ટો, આઈઆરસીટીસી વેબસાઈટ તથા આઈઆરસીટીસી મોબાઈલ એપ દ્વારા થતી તમામ તત્કાલ બુકિંગ પર લાગુ થશે. આ બદલાવનો હેતુ તત્કાલ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો અને વાસ્તવિક મુસાફરોને તત્કાલ ટિકિટ મેળવવામાં વધુ સગવડ પહોંચાડવાનો છે.
મુસાફરોને વિનંતી છે કે, તેઓ બુકિંગ સમયે માન્ય મોબાઈલ નંબર આપવો જરૃરી રાખે, જેથી ઓટીપી સત્યાપન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે. પશ્ચિમ રેલવે દ્વારા તમામ મુસાફરોને આ મહત્ત્વપૂર્ણ ફેરફાર પર ધ્યાન આપવા અનુરોધ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial