Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના જગતમંદિરમાં મોબાઈલનો બેરોકટોક ઉપયોગઃ ઝેડ સુરક્ષામાં છીંડાઃ સરેઆમ નિયમ ભંગ

વારંવાર વાયરલ થતાં વીડિયોની તપાસ થાય છે ખરી?

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૪ઃ મોબાઈલના બેરોકટોક ઉપયોગથી ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતા દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષાના નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે, અને સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોની ભરમારથી સવાલો ઊઠ્યા છે.

સુરક્ષા કારણોસર ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતા દ્વારકાધીશ જગતમંદિરમાં છાસવારે સુરક્ષાના નિયમોનો સરેઆમ ભંગ થતો હોય તેમ સોશિયલ મીડિયામાં થતાં વાયરલ વીડિયોઝની ભરમારને લીધે જગતમંદિરની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.

યાત્રાધામ દ્વારકામાં આવેલ દ્વારકાધીશ જગતમંદિર આંતરરાષ્ટ્રીય સરહદી જિલ્લો અને પાકિસ્તાની જળસીમાથી નજીક આવેલ હોય, અતિ સંવેદનશીલ કેટેગરીમાં ગણાતા વિસ્તારમાં આવેલ દેશના પશ્ચિમ ક્ષેત્રના પ્રમુખ તીર્થ સ્થાન હોય, દ્વારકાધીશ મંદિરને ઝેડ કેટેગરીની સુરક્ષા વર્ષોથી અમલી છે, ત્યારે જગતમંદિરની સુરક્ષામાં છિંડા હોવાના બનાવો છેલ્લા વર્ષોમાં વારંવાર બની રહ્યા છે.

તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ બની રહેલા વીડિયોઝમાં જગતમંદિરમાં મોબાઈલ સાથે પ્રવેશી અનધિકૃત રીતે રીલ વિગેરે બનાવી પોતાની સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યાના એકથી વધુ બનાવો સામે આવ્યા છે. ૧૯૬પ ની લડાઈ દરમિયાન પાકિસ્તાન મરીન દ્વારા જગતમંદિર ઉપર સેંકડો બોમ્બની વર્ષા કરવામાં આવેલ ત્યારથી જ જગમંદિરની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરાય છે. વર્ષોથી ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતા મંદિરમાં સ્પેશ્યલ એસઆરપીની ટીમ, ડ્રાઈવર સિક્યોરીટી, સીસી ટીવી કેમેરા, વિશેષ પોલીસ અધિકારી સહિતની સુરક્ષા ગોઠવવામાં આવી હોય આમ છતાં છાશવારે મોબાઈલ સાથે પ્રવેશ કરાતો હોવાના બનાવો બની રહ્યા છે.

યાત્રિકો માટે મંદિરની અંદર ઈલેક્ટ્રોનિક્સ સામાનો પર પ્રતિબંધ અમલી છે. તાજેતરમાં દિલ્હી બોમ્બ બ્લાસ્ટ પછી જગતમંદિરમાં એક તરફ થેલી, બોટલ જેવી ચીજવસ્તુઓ પર પણ ચૂસ્તપણે પ્રતિબંધ મૂકાયો છે અને પ્રસાદ અને માળા જ લઈ જઈ શકાય છે, તો બીજી તરફ મંદિરની અંદર તેમજ ગર્ભગૃહના પણ ફોટોગ્રાફ્સ ઈત્યાદિ ગેરકાયદેસર રીતે મોબાઈલ સાથે પ્રવેશી રીલ-ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય, જગમંદિરની સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે જગતમંદિરની રક્ષા ખુદ કાળિયો ઠાકોર જ કરી રહ્યો હોય તેવો ઘાટ ઉપસ્થિત થયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh