Advertisement
Author: નોબત સમાચાર

જી-૭ના આમંત્રણ પછી પીએમ મોદીને મારી નાખવાની ધમકી છતાં કેનેડા સરકાર ચૂપ કેમ ? વકરતો વિવાદ

ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરીને ખાલિસ્તાનવાદીઓનું વિરોધ પ્રદર્શન

                                                                                                                                                                                                      

ઓટાવા તા. ૧૦: કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો બેફામ બની રહ્યા હોવાથી ભારત-કેનેડા સંબંધોમાં ફરીથી તંગદિલી ઉભી થઈ છે. પીએમને મારી નાખવાની ખુલ્લી ધમકી સાથે ખાલીસ્તાનવાદીઓએ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યુ અને તિરંગાનું ઘોર અપમાન કરી તલવારથી ફાડી નાખ્યો છતાં કેનેડા સરકાર ચૂપ હોઈ ભારત સરકાર લાલઘુમ થઈ છે.

કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ ફરી એકવાર ભારત-કેનેડા સંબંધોમાં તણાવ વધાર્યો છે. તાજેતરના ઘટનાક્રમમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ ખુલ્લેઆમ ભારતીય વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપી છે અને ભારતીય ત્રિરંગાનું અપમાન કર્યું છે. કેનેડાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન માર્ક કાર્નેએ પીએમ મોદીને જી-૭ સમિટમાં આમંત્રણ આપ્યા પછી આ વિવાદ શરૂૂ થયો હતો.

આ આમંત્રણથી ખાલિસ્તાની જૂથો ગુસ્સે થયા છે અને તેઓ તેને ભારત વિરોધી વિરોધ પ્રદર્શનની તક તરીકે જોઈ રહૃાા છે. જી-૭ ના વર્તમાન અધ્યક્ષ તરીકે કેનેડા ૧૫ થી ૧૭ જૂન દરમિયાન આલ્બર્ટા પ્રાંતમાં આ જૂથના સંમેલનનું આયોજન કરી રહૃાું છે. શુક્રવારે ફોન પર વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ જી-૭ સમિટમાં હાજરી આપવા માટે કાર્નેનું આમંત્રણ સ્વીકાર્યું હતું.

ખાલિસ્તાની સમર્થકોએ વાનકુવર અને કેનેડાના અન્ય શહેરોમાં રેલીઓ કાઢી હતી, જેમાં તેઓએ 'મોદીને મારી નાખો'ના નારા લગાવ્યા હતા અને પીએમ મોદીની હત્યા કરવાની ધમકી આપી હતી. કેનેડિયન તપાસ પત્રકાર મોચા બેઝિર્ગને ખુલાસો કર્યો કે એક રેલી દરમિયાન, ખાલિસ્તાની સમર્થકોએ તેમને ઘેરી લીધા અને ધમકાવ્યા જ્યારે તેઓ એક વીડિયો રેકોર્ડ કરી રહૃાા હતા. બેઝિર્ગને અહેવાલ આપ્યો કે પ્રદર્શનકારીઓએ ઇન્દિરા ગાંધીની હત્યાનો ઉલ્લેખ કર્યો અને કહૃાું કે તેઓ પીએમ મોદીના 'રાજકારણનો પણ એ જ રીતે અંત લાવશે.'

આ ઉપરાંત, ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય ત્રિરંગાને તલવારથી ફાડી નાખવા અને તેને આગમાં બાળી નાખવા જેવા અપમાનજનક કૃત્યો કર્યા. આ ઘટના અગાઉ ૧૯ ઓક્ટોબર, ૨૦૨૪ના પણ જોવા મળી હતી, જ્યારે ખાલિસ્તાની સમર્થકોએ પીએમ મોદીના પૂતળા અને ત્રિરંગાનું અપમાન કર્યું હતું. આ ઘટનાઓએ કેનેડામાં ભારતીય સમુદાયમાં રોષ અને અસુરક્ષાની ભાવના વધારી છે.

બીજી તરફ પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ આ મામલાને વધુ ગરમાવો આપ્યો. પન્નુએ કેનેડિયન પીએમ માર્ક કાર્નેનો 'આભાર' વ્યક્ત કરતો એક વીડિયો બહાર પાડ્યો, જેમાં કહૃાું કે તેમણે જી-૭ સમિટમાં ખાલિસ્તાનીઓને પીએમ મોદીને નિશાન બનાવવાની ઐતિહાસિક તકે આપી.

પન્નુએ પીએમ મોદીની સંભવિત કેનેડા મુલાકાત દરમિયાન 'લેન્ડિંગથી ટેકઓફ સુધી' ૪૮ કલાકના વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. ભારતે પન્નુની આ ધમકીઓને ગંભીરતાથી લીધી છે. ભારત સરકારે અગાઉ કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, ખાસ કરીને ૨૦૨૩ માં, જ્યારે તત્કાલીન કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. ભારતે આ આરોપોને 'પાયાવિહોણા' અને 'રાજકીય રીતે પ્રેરિત' ગણાવીને ફગાવી દીધા હતા.

કેનેડા સરકાર તરફથી આ ધમકીઓ પર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેને ભારતે ગંભીરતાથી લીધી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની હેરાનગતિ અને અસુરક્ષિત વાતાવરણની નિંદા કરી છે. પીએમ મોદીએ કેનેડામાં ભારતીય સમુદાય અને તેમના પૂજા સ્થાનો, ખાસ કરીને હિન્દુ મંદિરો પર થયેલા હુમલાઓની પણ કડક નિંદા કરી છે.

ભારતે વારંવાર કેનેડાને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ સામે કાર્યવાહી કરવા અને ભારતીય સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. વિદેશ મંત્રાલયે કહૃાું, 'અમે કેનેડામાં ભારતીય નાગરિકોની સલામતી અંગે ખૂબ ચિંતિત છીએ. અમારા કોન્સ્યુલર અધિકારીઓ ધમકીઓ, ઉત્પીડન અને હિંસાથી નિરાશ નહીં થાય.'

જી-૭ સમિટમાં પીએમ મોદીને આમંત્રણ આપવાને કેનેડાના નવા પીએમ માર્ક કાર્ની દ્વારા બંને દેશો વચ્ચેના તણાવ ઘટાડવાનો પ્રયાસ માનવામાં આવતો હતો. જોકે, ખાલિસ્તાની સમર્થકો તરફથી ધમકીઓ અને ત્રિરંગાના અપમાનથી આ પ્રયાસને ફટકો પડ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે કેનેડામાં ખાલિસ્તાની તત્ત્વોને 'અભિવ્યક્તિની સ્વતંત્રતા'નું બહાનું આપવામાં આવી રહૃાું છે તે આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh