Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આવતીકાલથી વસ્તી ગણતરી શરૂ

૩૧ મે સુધી ઓનલાઈન સ્વ ગણના પછી ડોર-ટુ-ડોર સંપર્કઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરમાં આવતીકાલથી વસ્તી ગણતરી કામગીરી શરૂ થશે. સ્ટાફની વોર્ડ વાઈસ ફાળવણી કરી દેવાઈ છે. આવતીકાલ તા. ૧૭થી ૩૧ મે ૨૦૨૬ સુધી ઓનલાઈન સ્વ ગણના અને તા. ૧ જુન થી ૩૦ જુન સુધી ઘરે ઘરે જઈ ગણતરી કરાશે.

જામનગર શહેર વહીવટી તંત્ર જામનગર મહાનગર પાલિકા હદ વિસ્તારમાં શહેરના તમામ નાગરિકોને જાણ કરવામાં આવે છે કે ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી રાષ્ટ્રીય જનગણના પ્રક્રિયા અંતર્ગત રાજ્યમાં જનગણના ૨૦૨૭ ની કામગીરી આવતીકાલથી શરૂ થનાર છે. જનગણના એક મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે, જેના દ્વારા વસ્તી, સામાજિક, આર્થિક તથા આવાસ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે, જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા વિકાસકાર્યોના આયોજન અને અમલીકરણ માટે ઉપયોગી બને છે.

જનગણના કાર્યક્રમ અંતર્ગત સ્વ-ગણનાની સુવિધા આવતીકાલ ૧૭ મે, ૨૦૨૬  થી ૩૧  મે, ૨૦૨૬ સુધી ઉપલબ્ધ રહેશે, જેના દ્વારા નાગરિકો નિર્ધારિત સ્વગણના પોર્ટલ (જી.ષ્ઠીહજેજ.ર્ખ્તદૃ.ૈહ) પર પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે. ત્યારબાદ હાઉસ લિસ્ટિંગ ઓપરેશનની કામગીરી ૧ જૂન, થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન હાથ ધરવામાં આવશે, જેમાં જનગણના કર્મચારીઓ ઘર-ઘર જઈ માહિતી એકત્રિત કરશે.

શહેરના તમામ નાગરિકોને આ મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં સક્રિય સહભાગી બને અને સાચી તથા સંપૂર્ણ માહિતી આપવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. અને ચોખવટ કરાઈ રહી છે કે, જનગણના અંતર્ગત પ્રાપ્ત થતી તમામ માહિતી જનગણના અધિનિયમ મુજબ સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય તથા વિકાસલક્ષી હેતુઓ માટે જ કરવામાં આવે છે.

જામનગર મહાનગર પાલિકાના મુખ્ય પ્રમુખ વસ્તી ગણતરી અધિકારી અને કમિશનર ડી.એન. મોદી  અને તેના નિયંત્રણ હેઠળ સીટી સેન્સસ અધિકારી અને નાયબ કમિશનર ડી.એ. ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર મુકેશભાઈ વરણવા અને વસ્તી ગણતરી શાખા કાર્યરત છે.  જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કુલ ૮ ચાર્જ ઓફિસરોની નિમણૂક કરવામાં આવેલ છે. તેમની નીચે ગણતરીદાર/ સુપરવાઈઝરની નિમણૂક કરવામાં આવેલ હોય, દરેક પાસે સહીવાળા ઓળખ કાર્ડ આપવામાં આવેલ છે.

જામનગર મહાનગર પાલિકાના વોર્ડ માટે નિમણૂક પામેલા ચાર્જ ઓફિસરોની વિગતમાં  તુષારભાઈ મેહતા વોર્ડ નં ૧ અને ૨ , રાકેશભાઈ એમ માકડિયા વોર્ડ નંબર ૩ અને ૪,નવા નાગના, જુના નાગના, વિભાપર,  કિશોરસિંહ જી. વાળા વોર્ડ નંબર ૫ અને ૬ અરવિંદભાઈ પટેલ વોર્ડ નંબર ૭ અને ૮, પ્રતિકભાઈ જાવિયા વોર્ડ નંબર ૯ અને ૧૦, ભાવેશભાઈ જે .ટાંક વોર્ડ નંબર ૧૧ અને ૧૨, મોરકંડા,  સમીરા જીવાણી વોર્ડ નંબર ૧૩ અને ૧૫, તથા વિપુલભાઈ સંતોકી વોર્ડ નંબર  ૧૪ અને ૧૬ ને જવાબદારી સોંપવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકાના તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે  તેઓ જનગણના અધિકારીઓ અને કર્મચારીઓને સંપૂર્ણ સહકાર આપે અને જનગણના ૨૦૨૭ને સફળ બનાવવા યોગદાન આપે તેવી અપીલ સિટી સેન્સેસ અધિકારીએ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh