Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આડેધડ પાર્કિંગ કરતા નાગરિકો સામે પણ કાર્યવાહીઃ
જામનગર તા. ૧૬: જામનગર શહેર તથા દરેડ, ખીજડિયા બાયપાસ, ધ્રોલ-જોડિયામાં ગઈકાલે પોલીસે કરેલી ડ્રાઈવમાં કેટલાક શખ્સો ટ્રાફિકને અડચણરૂપ વાહન રાખતા ઝડપાયા હતા. જ્યારે અન્ય ગુન્હામાં પણ કેટલાક વાહનચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરાઈ હતી.
જામનગરના દરબારગઢ સર્કલ, ખંભાળિયા નાકા સહિતના વિસ્તારોમાં ગઈકાલે પોલીસ દ્વારા કરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન દરબારગઢ સર્કલ પાસે જીજે-૧૦-ડબલ્યુ ૩૧૧૦ નંબરની રિક્ષા બેફિકરાઈથી ચલાવીને જતા સાધના કોલોનીવાળા શિવા વાસુદેવ શર્મા સામે કાયદાકીય કાર્યવાહી કરાઈ હતી. જ્યારે અરવિંદસિંહ શિવુભા રાઠોડ નામના રિક્ષાચાલક સામે પણ અન્યની જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવવા અંગે ગુન્હો નોંધાયો છે.
ખંભાળિયા નાકા પાસેથી રવિ કારાભાઈ છનીયાર નામનો શખ્સ છરી સાથે મળી આવ્યો છે અને અવેશ અલ્તાફ હુસેન કાદરી નામનો શખ્સ જીજે-૧૦-ટીઝેડ ર૭૯૦ નંબરની રિક્ષા ગફલતભરી રીતે ચલાવતો ઝડપાઈ ગયો હતો. ખીજડિયા બાયપાસ પાસેથી જીજે-૩-એચડી ૯૬૭ નંબરની બાઈકના ચાલક પિન્ટુ જેનાભાઈ રાઠોડ પણ બેફિકરાઈથી વાહન ચલાવતા મળી આવ્યા હતા.
તે ઉપરાંત ખીજડિયા બાયપાસ, જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર દરેડ નજીકની નીલગીરી ગોળાઈ, ધ્રોલના ત્રિકોણ બાગ સર્કલ, ચામુંડા પ્લોટ, જોડિયાના ચાર ચોકમાંથી પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા શખ્સો સામે ગુન્હો નોંધાયો છે. પડાણા પાટીયા પાસેથી એક શખ્સ નશાની હાલતમાં બાઈક ચલાવતો મળી આવ્યો હતો અને સેવકભરૂડીયાના રાહુલ બાબુભાઈ ડાભી નામના શખ્સની શકમંદ હાલતમાં પોલીસે અટકાયત કરી હતી. જામજોધપુરમાંથી એક શખ્સ મોટરમાં ધોકો રાખીને જતો હતો ત્યારે પોલીસે પકડી પાડ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial