Advertisement
Author: નોબત સમાચાર

સલાયામાં આવતીકાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

જામનગરની આયુષ હોસ્પિટલના સહકારથી

                                                                                                                                                                                                      

સલાયા તા. ૧૬: સલાયામાં જામનગરની આયુષ હોસ્પિટલના સહકારથી અગ્રણી તબરેજભાઈ હાજીમામદ સંઘાર દ્વારા તા. ૧૭-૫ ના રવિવારે સવારે ૯.૩૦ થી બપોરે ૧ વાગ્યા સુધી બસ સ્ટેન્ડ પાસે મામદ હાજી ઈશા સંઘારના ડેલામાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં કેન્સર, ન્યુરો સર્જન, ઓર્થોપેડિક, ગાયનેક અને જનરલ ફિઝિશિયન સહિતના તમામ રોગોના નિષ્ણાત ડોકટરો તેમની સેવાઓ આપશે. દર્દીઓ માટે નિશુલ્ક ઈસીજી, બીપી, સુગર અને એકસ-રે જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા માટે આયોજક પરિવાર દ્વારા સર્વે ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh