Advertisement
Author: નોબત સમાચાર

પડાણામાંથી પકડાયા ઓવરલોડ બ્લેકસ્ટ્રીપથી ભરેલા બે ટ્રક

લાંબા સમયે ભૂસ્તર શાસ્ત્રીની કચેરીમાં સળવળાટ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગર ભૂસ્તર શાસ્ત્રીની કચેરીના સ્ટાફ દ્વારા બ્લેક સ્ટ્રીપ ભરેલા બે ઓવરલોડ ટ્રક કબજે કરવામાં આવ્યા હતાં. ઘણાં લાંબા સમય પછી ભૂસ્તર શાસ્ત્રીની કચેરીની કામગીરરી જોવા મળી છે.

જામનગરના ભૂસ્તર શાસ્ત્રી કચેરીના અધિકારી કેયુર રાજપરાની સૂચનાથી તપાસ ટીમ દ્વારા લાલપુર તાલુકાના પડાણા ગામની સીમમાં તા. ૧ર ના ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બ્લેક સ્ટ્રીપ ખનિજ ભરેલા ઓવરલોડેડ બે ટ્રક જપ્ત કાયા હતાં.

જ્યારે તા. ૧પ ના કાલાવડ તાલુકાના ખંઢેરા નદી પટ વિસ્તારમાં રાત્રિ દરમિયાન આકસ્મિક તપાસણી કરવામાં આવતા બિનઅધિકૃત રીતે સાદી રેતીનું ખનન થતું હોવાનું જોવા મળતા એક જેસીબી મશીન અને બે ટ્રેક્ટર કબજે કરવામાં આવ્યા હતાં.

આ કામગીરી નિખીલભાઈ, આનંદભાઈ અને રમેશભાઈએ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh