Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ત્રણ દિવસમાં તાપમાન બે ડીગ્રી ઘટ્યું
જામનગર તા. ૧૬: જામનગરમાં ઝપાટાબંધ રીતે ફૂંકાતા તેજીલા વાયરાઓના પગલે હાલ તાપમાનમાં ઘટાડાનો દોર શરૂ થયો છે. ગત્ ત્રણ દિવસમાં તાપમાનમાં બે ડીગ્રીથી વધુનો ઘટાડો થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે ૩પ ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે ગરમીમાં ઘટાડો થયો છે.
ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભૂજ, સુરત સહિતના શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રીને વટાવી જતા લોકો અંગદઝાડતા આકરા તાપનો અનુભવ કરી રહ્યાં છે. જનજીવન અકળાઈ ઉઠ્યું છે. બપોરના સમયે માર્ગો પર લોકોની આવન-જાવન ઘણી જ ઘટી જવા પામી છે.
ગુજરાતના મોટાભાગના શહેરો અગન ભઠ્ઠીમાં ફેરવાઈ ગયા છે. તો જામનગરમાં તાપમાનને લઈ ઉલટો દોર ચાલી રહ્યો છે. તાપમાનમાં હાલ ધીમે-ધીમે ઘટાડો થઈ રહ્યો છે.
જામનગરમાં ખાસ કરીને છેલ્લા સપ્તાહથી તેજીલા વાયરા ફૂંકાઈ રહ્યાં છે. આ દોર છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પણ યથાવત રહ્યો હતો. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. ધૂળના કણ ઉડીને ઘરમાં આવતા ગૃહિણીઓને ઘરની વધુ વખત સફાઈ કરવાની ફરજ પડી હતી. તેમજ વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
જામનગરમાં ફૂંકાઈ રહેલા ઝપાટાબંધ તેજીલા વાયરાઓના કારણે તાપમાનમાં ઘટાડાનો દોર પણ શરૂ થયો છે. ગત્ બુધવારે મહત્તમ તાપમાન ૩૬.ર ડીગ્રી નોંધાયું હતું. પરંતુ ત્યારપછી એટલે કે ત્રણ દિવસમાં તેમાં બે ડીગ્રીથી વધુનો ઘટાડો થયો છે. છેલ્લા ચોવિસ કલાકમાં અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડા અને તેજીલા વાયરાઓના કારણે એકંદરે ગરમીમાં ઘટાડો થયો છે.
નગરમાં શનિવારે સવારે ૫ૂરાં થતા ચોવિસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક વધીને ૬૮ ટકા રહ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી લઘુત્તમ તાપમાનમાં સળવળાટ થયો નથી અને તે ર૭ ડીગ્રીએ સ્થિર રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial