Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુરાતત્ત્વ વિભાગ દ્વારા
ખંભાળીયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના વડત્રા ગામની પાસે અત્યંત્ર પ્રાચીન તથા ઐતિહાસિક કોતરણીવાળી ચાર વાવ એેટલે કે પગથિયા વાળા કૂવા આવેલા છે જેની જાળવણી ખૂબ જ જરૂરી બની છે.
ખંભાળીયા જતા રસ્તા પર વડત્રા ગામ પાસે આ ચાર વાવ (કૂવા) આવેલા છે. એક ગાંગીવાવ છે, બીજી ત્યાંથી એ કિલોમીટર પૂર્વ બાજુ ચોકી વાવ છે, જ્યાંથી પશ્ચિમ દિશામાં નરવાઈ વાવ, અને ત્યાંથી અડધો કિલોમીટર દૂર વડત્રા ગામના ઝાંપા પાસે વ્યાસ વાવ આવેલી છે.
આ ચારેય વાવ વડત્રા ગામનું રક્ષણ કરતી વાવ હતી એટલે એક વાવનું નામ ચોકી વાવ છે, ગાંગી વાવ ચાર માળની અડાલજ જેવી વાવ છે તથા વાવમાં રાજાને બેસવાના સિંહાસન તથા અદ્ભુત કોતરણીઓ છે નરવાઈ વાવમાં પણ પ્રાચીન કોતરણી છે. નરવાઈ વાવ પાસે પ્રાચીન સમયમાં લોકોને ત્યાં પુત્ર જન્મ થાય તો નિવેદ ધરવા આવતા હતા. કેટલાય વ્યક્તિઓ વડત્રાના મૂળ રહીશો વિદેશથી પણ અહીં નિવેદ કરવા આવે છે.
સમગ્ર દ્વારકા જિલ્લામાં વડત્રા ગામે આ ચાર ઐતિહાસિક વાવ આવેલી છે. જેનું પુરાતત્વીય મહત્ત્વ હોય, આ વાવનો જિર્ણોધ્ધાર પ્રવાસન વિભાગ, રાજ્ય સરકાર દ્વારા સુંદર રીતે થાય તો આ ભારતનો પ્રાચીન વારસો જળવાય તથા પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય તો દ્વારકા યાત્રાધામ જતા લોકો પણ આ અદ્ભુત વાવનો લાભ લઈ શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial