Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પટમાંથી રૂ।.૪૪૯૦ રોકડા કબજેઃ
જામનગર તા. ૧૬: લાલપુરમાં એક ગલીમાં ગઈકાલે સાંજે જુગાર રમતા ત્રણ શખ્સ તથા એક મહિલાને પોલીસે પકડી પાડ્યા હતા. મહિલાને નોટીસ પાઠવવામાં આવી હતી અને ત્રણ શખ્સની અટકાયત કરાઈ હતી. પટમાંથી રૂ।.૪૪૯૦ રોકડા કબજે કરાયા છે. લાલપુર શહેરમાં ખોજા મસ્જિદ પાસે એક ગલીમાં ગઈકાલે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી પરથી લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ સ્થળે તીનપત્તી રમતા અસલમ ગુલમામદ અખાણી, આરીફ સુલેમાન અત્રી, ફીરોઝ તાલબ સુંભણીયા, રાભીયાબેન રઝાક છાટબાર નામના ચાર વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે અસલમ આરીફ તથા ફીરોઝની અટકાયત કરી છે અને રાભીયાબેનને નોટીસ પાઠવી છે. પટમાંથી રૂ।.૪૪૯૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial