Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકો દ્વારા મોબાઈલ ટેક્સ કલેકશન વેન દ્વારા
જામનગર તા. ૧૬: જામનગરમાં મોબાઈલ ટેક્સ કલેકશન વેન દ્વારા સ્થળ પર જ એડવાન્સ મિલકત વેરો અને અન્ય સંલગ્ન વેરો સ્વીકારવામાં આવશે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ની રીબેટ યોજના જાહેર થયેલ હોય, જે અંતર્ગત શહેરમાં નગરજનોનો મિલકત વેરા અને અન્ય સંલગ્ન વેરાની રકમમાં રીબેટનો લાભ મેળવવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ મોબાઈલ ટેક્સ કલેકશન વેન જુદા જુદા વિસ્તારોમાં ઊભી રહેશે અને વેરો સ્વીકારાશે. (જાહેર રજાઓ સિવાય) અને તે અંગેની પહોંચ પણ સ્થળ પર જ આપવામાં આવશે. આ રીબેટ યોજનાનો લાભ આપના નજીકના સ્થળે લેવા માટે જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે. આ બાબતે જરૂર જણાયે કેશિયર ધર્મરાજસિંહ જાડેજા (મો. ૮૧૬૦૬ ૪૭૭૦૭)નો સંપર્ક કરવા જણાવાયુ છે.
જે તારીખ સમય અને સ્થળે આ ટેકસ કલેકશન વેન ઊભી રહેનાર છે તેનો સમય સવારના ૧૦:૩૦ થી ૧:૩૦ સુધી અને બપોરના ૩ થી ૫ સુધીનો રહેશે. તારીખ ૧૮-૫-૨૬ના સવારે શરૂસેકશન રોડ, આશાપુરા હોટલ પાસે અને બપોરે ખોડીયાર કોલોની, ક્રિસ્ટલ મોલ પાસે, તા. ૧૯-૫-૨૬ના અનુક્રમે એમ્યુઝમેન્ટ પાર્ક પાસે અને સત્યમ કોલોની, આહિર સમાજ, તા. ૨૦-૫-૨૬ના ગુરૂ દત્તાત્રેય મંદિર, વિરલ બાગ પાસે અને પંચવટી, રવિ ઈન્ડેન ગેસ એજન્સી પાસે, તા. ૨૧-૫-૨૬ના ચાંદી બજાર પોસ્ટ ઓફિસ પાસે અને દિપક સિનેમા પાસે, તા. ૨૨-૫-૨૬ના ત્રણ દરવાજા પાસે અને અંબર ચોકડી, ક્રોમા શો-રૂમ પાસે, તા. ૨૫-૫-૨૬ના વાલ્કેશ્વરી સોસાયટી, આદર્શ હોસ્પિટલ પાસે અને બપોરે ડો. તકવાણીના દવાખાના પાસે, તા. ૨૬-૫-૨૬ના સવારે એસ.ટી.ડેપો પાસે અને બપોરે દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી પાસે, તા. ૨૮-૫-૨૬ના ખંભાળીયા ગેઈટ, ખત્રીની વાડી પાસે અને પવનચક્કી, ભાનુશાળી જ્ઞાતિની વાડી પાસે, તા. ૨૯-૫-૨૬ના સરદાર પાર્ક, ઠેબા ચોકડી અને લાલવાડી બાગ, તા. ૩૦-૫-૨૬ના જી.આઈ.ડી.સી. કૌશલ્ય ભવન દરેડ, તા. ૧-૬-૨૬ના દિગ્જામ સર્કલ પાસે, ૮૦ ફૂટ રોડ, ક્રિષ્ના સ્કૂલ, શાક માર્કેટ પાસે, તા. ૨-૬-૨૬ના જી.આઈ.ડી.સી. જકાતનાકા નોટિસબોર્ડ પાસે, અને નવાનગર સોસાયટી, પાણાખાણ પાસે, તા. ૩-૬-૨૬ના કાલાવડ નાકા બહાર, જકાતનાકા પાસે અને મહાપ્રભુજીની બેઠક પાસે, તા. ૪-૬-૨૬ના હાપા માર્કેટીંગ યાર્ડની અંદર અને શાંતિવન, જી.ડી.શાહ સ્કૂલ પાસે, તા. ૫-૬-૨૬ના ડેન્ટલ હોસ્પિટલની બાજુમા, મઢુલી પાન પાસે અને આદર્શ સ્મશાન પાસે, તા. ૬-૬-૨૬ના ત્રણબત્તી સર્કલ પાસે અને પંચેશ્વર ટાવર સર્કલ પાસે, તા. ૮-૬-૨૬ના પટેલ કોલોની-૬, રોડ નં. ૪ પાસે અને ગાંધીનગર બસ સ્ટોપ પાસે, તા. ૯-૬-૨૬ના બેડેશ્વર, મહાદેવ મંદિર પાસે અને એમ.પી.શાહ ઉદ્યોગનગર, આવાસ પાસે, તા. ૧૦-૬-૨૬ના જોગર્સ પાર્ક પાસે અને સાંસદ પૂનમબેન માડમના બંગલા પાસે, તા. ૧૧-૬-૨૬ના મેહુલનગર ૮૦ ફૂટ રોડ, દેરાસર પાસે, અને સત્યમ કોલોની રોઝી પેટ્રોલ પંપ પાસે, તા. ૧૨-૬-૨૬ના રડાર રોડ, આશપુરા હોટલ અને નાઘેડી સબ સ્ટેશન, સૈનિક ભવન પાસે, મોબાઈલ વેન દ્વારા નિયત સમયે વેરો સ્વીકારાશે.
તે ઉપરાંત તા. ૧૫-૬-૨૬ના દિગ્વિજય પ્લોટ, હિંગળાજ ચોક બાજુમાં અને શંકર ટેકરી, જી.આઈ.ડી.સી. ઓફિસ પાસે તા. ૧૬-૬-૨૬ના શંકર ટેકરી, ઈદ મસ્જીદ પાસે અને એમ.ઈ.એસ. ગેઈટ, સેન્ટ્રલ જેલ પાસે, તા. ૧૭-૬-૨૬ના સ્વામિનારાયણનગર મામા સરકારના મંદિર પાસે, અને ચાંદીબજાર સર્કલ, તા. ૧૮-૬-૨૬ના રણજીતસાગર રોડ, મારૂ કંસારાની વાડી પાસે અને રણજીતસાગર રોડ કીર્તિ પાન પાસે, તા. ૧૯-૬-૨૬ના પટેલ કોલોની ક્રોસ રોડ આરામ હોટલ પાસે અને પટેલ કોલોની-૯, પાવન ડેરી પાસે તથા તા. ૨૦-૬-૨૬ના સવારે પટેલ કોલોની આનંદબાગ નજીક અને બપોરે પટેલ કોલોની રામેશ્વર ચોકમાં આ વેન ઊભી રહેશે અને વેરો સ્વીકારશે.
આ વિસ્તારમાં રહેતા લોકો પોતાના મિલકત વેરા, પાણી વેરા સહિતના વેરાઓ ઘર નજીકના વિસ્તારમાં જ ભરપાઈ કરી શકે તે માટે આ મોબાઈલ ટેકસ કલેકશન વેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો લાભ લેવા આસિસ્ટન્ટ કમિશનર (ટેકસ) ની જીગ્નેશ નિર્મળની યાદીમાં જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial