Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિ.પં. માં તા. ૨૩/૫ અને તા. પં.માં ૨૫-૫ના ચૂંટણી યોજાશે
ખંભાળિયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લાની તાલુકા પંચાયતો તથા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપે જીત મેળવીને ૨૨માંથી ૧૮ બેઠક મેળવેલ, તથા કલ્યાણપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ જયારે ભાણવડ, દ્વારકા તથા ખંભાળિયા તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન થયું છે.
જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણી ડી.ડી.ઓ એ.બી. પાંડોર દ્વારા ૨૩-૫-૨૬ના બપોરે ૧૧ વાગ્યે યોજાશે. તાલુકા પંચાયતો ખંભાળિયા, ભાણવડ, દ્વારકા, કલ્યાણપુરની ચૂંટણી ૨૫-૫-૨૬ ના યોજાશે. જેના ચૂંટણી અધિકારીઓ ડે. કલેકટર કરમટા, ક્રિષ્ના સોલંકી, જિલ્લા આંકડા અધિકારી વગેરે છે.
દ્વારકા જિ.પં. પ્રમુખ અનુ. જાતિ અનામત છે ખંભાળિયા ભાણવડ તા.પં. પ્રમુખ બીન અનામત છે જયારે કલ્યાણપુરમાં સામાન્ય બક્ષીપંચ તથા દ્વારકા બક્ષીપંચ મહિલા અનામત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial